ETV Bharat / city

વડાપ્રધાન મોદીના જન્મદિવસે 711 કોરોના વોરિયરને કેક આપીને સન્માનિત કરવામાં આવશે - સુરતમાં બર્થડેની ઉજવણી

સામાજિક જાગૃતિના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે ‘કેક ફોર કોરોના વોરિયર્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ ભારતને વિશ્વ ગુરુ બનાવવા તરફ લઈ જવાનો છે. ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે રાષ્ટ્રનિર્માણમાં સમાજના દરેક નાગરિકે જોડાવું પડશે. દેશને કોરોનાથી બચાવવા માટે પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની સેવા કરનાર કોરોના વોરિયર્સને સન્માનિત કરવાનું ધ્યેય નક્કી કરવામાં આવ્યું છે.

pm Modi birthday
વડાપ્રધાન મોદીના જન્મદિવસે 711 કોરોના વોરિયરને કેક આપીને સન્માનિત કરવામાં આવશે
author img

By

Published : Sep 15, 2020, 4:04 PM IST

સુરત : શહેરની એક બેકરી દ્વારા સામાજિક જાગૃતિના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે ‘કેક ફોર કોરોના વોરિયર્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય સેવા, ટ્રાફિક અને ભોજન સેવા આપનાર 711 કોરોના વોરિયરને કેક આપીને સન્માનિત કરવામાં આવશે.

બેકરી સંચાલક નીતિનભાઈએ જણાવ્યું કે, બ્રેડલાઈનર છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સામાજિક જાગૃતિનો કાર્યક્રમ કરીને ઉજવણી કરે છે. આજે દક્ષિણ ગુજરાત કોરોના મહામારીમાંથી ધીરે-ધીરે બહાર આવી રહ્યું છે. કોરોના વોરિયર્સની મહેનત સંઘર્ષ અને હિંમતને કારણે અનેક લોકો કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે.

વડાપ્રધાન મોદીના જન્મદિવસે 711 કોરોના વોરિયરને કેક આપીને સન્માનિત કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જાન હે તો જહાં હૈ. કોરોનાને ફેલાતો રોકવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અમે આ વર્ષે ડિજિટલ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે ડિજિટલ ઉજવણી દ્વારા અમે વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ. 711 કોરોના વોરિયર્સ ડિજિટલ કટીંગ કરશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. આ વલ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે.

બ્રેડલાઈનર પરિવારે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અને નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્ય લોકો સુધી પહોંચાડવા માટે ‘કેક ફોર કોરોના વોરિયર્સ’ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમ બાદ કોરોના વોરિયર્સને સુરત, વાપી, વલસાડ, બારડોલી, વ્યારા, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરમાં આવેલા બ્રેડલાઈનરના આઉટલેટમાંથી 500 ગ્રામની કેક આપવામાં આવશે. આ કેક કોરોના વોરિયર્સ ઘરે લઈને તેના પરિવાર સાથે એક કટિંગ કરીને ઉજવણી કરશે. આગામી તારીખ 17 સપ્ટેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 70 વર્ષ પૂર્ણ કરીને 71માં વર્ષમાં પ્રવેશ કરશે. તેથી અમે 711 કોરોના વોરિયર્સનું કેક કાપીને સન્માન કરવામાં આવશે.

બેકરી દ્વારા વર્ષ 2018માં કેક ઓફ યુનિટી બનાવીને નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 680 ફૂટ લાંબી અને 6800 કિગ્રા વજનની કેક બનાવીને સમાજમાંથી ઊંચનીચના ભેદભાવ દૂર કરીને સમાજને એક બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. 680 સામાજિક આગેવાનો દ્વારા કેક કાપીને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગત વર્ષ 2019માં કેક અગેન્સ્ કરપ્શન કાર્યક્રમમાં 7000 કિગ્રાની 700 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી હતી. સમાજમાં પ્રમાણિક લોકો દ્વારા કેક કાપીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ રીતે બ્રેડલાઈનર પરિવાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે અનોખા સામાજિક સંદેશ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.