- સુરત શહેરના નવા વિસ્તારો સહિત કુલ 14 સ્મશાનમાં હાલ લાકડાની 35 ભઠ્ઠી
- શહેરના મોટા સ્મશાનગૃહોને મેઈન્ટેનન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવા ડેવલપમેન્ટ એમ 3 પ્રકારની ગ્રાંટ અપાશે
- ટ્રસ્ટના 1 સભ્ય અને SMCના અધિકારી-પદાધિકારી સાથે સંકલનમાં રહેશે
સુરત : કોરોના ફેઝ 2માં (Corona Effect) શહેરના સ્મશાનગૃહો (cemeteries) 24 કલાક કાર્યરત હતાં, જેના કારણે તેમની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઇ હતી. શહેરના એક સ્મશાન ચીમની પણ તૂટી પડી હતી અને અનેક જગ્યાએ પાઈપ લાઇન ઓગળી ગઈ હતી. આવી પરિસ્થિતિ બાદ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. શહેરના મોટા સ્મશાનગૃહોને મેઈન્ટેનન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવા ડેવલપમેન્ટ એમ 3 પ્રકારની ગ્રાંટ આપશે. ભઠ્ઠીઓની સંખ્યામાં વધારો કરાશે. આ અંગે સુરતના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કેે સુરત મહાનગરપાલિકા શહેરના તમામ સ્મશાનગૃહો ચલાવતા ટ્રસ્ટો સાથે સંકલન કરશે. ટ્રસ્ટના 1 સભ્ય અને SMCના અધિકારી-પદાધિકારી સાથે સંકલનમાં રહેશે.
સફાઇ, વીજળી, ગેસ વપરાશ અને સાધનસામગ્રીના ખર્ચના 50 ટકા ફંડ
પરેશ પટેલે જણાવ્યું હતું કે, નવા સ્મશાનગૃહ (cemeteries) માટે SMCમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. નિયમો અનુસાર અનુદાન મળશે. સાથોસાથ પાલિકા સફાઇ, વીજળી, ગેસ વપરાશ અને સાધન સામગ્રીના ખર્ચના 50 ટકા ફંડ આપશે. તેમ જ સ્મશાનગૃહમાં વ્યક્તિઓને બેસવા માટેની વ્યવસ્થા, ગાર્ડન, ફૂવારા અને પાણી સહિતની સુવિધા માટે 100 ટકા ગ્રાંટ પાલિકા આપશે.
આ પણ વાંચોઃ સુરતના કુરુક્ષેત્ર સ્મશાનભૂમિમાં સતત અંતિમવિધિ કરવામાં આવતા ચીમની તૂટી
આ પણ વાંચોઃ સુરતમાં તમામ સ્મશાનગૃહમાં 24 કલાક મૃતદેહોની અંતિમ ક્રિયા શરૂ