ETV Bharat / city

કોરોના ઇફેક્ટ : ઘારીના વેચાણમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો - કોવિડ19

સુરતીલાલાઓ કોઈ પણ તહેવારમાં ખાવાનું નથી છોડતા, ત્યારે ચંદની પડવાને લઈ દર વર્ષે કરોડો રૂપિયાની ઘારી આરોગી જતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે ઘારીના વેચાણમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. બહારગામથી ખરીદી કરવા આવતા લોકોએ આ વખતે ઘારી ખાવાનું ટાળ્યું છે.

કોરોના ઇફેક્ટ : ઘારીના વેચાણમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો

author img

By

Published : Oct 31, 2020, 2:11 PM IST

  • ચંદની પડવામાં દર વર્ષે વેપારીઓને ચંદની પડવામાં કરોડોનો વેપાર
  • આ વર્ષે કોરોનાની અસર વર્તાઈ
  • ઘારીના વેચાણમાં નોંધાયો 40 ટકાનો ઘટાડો

સુરત : સુરતીઓના સ્વાદપ્રિય તહેવાર ચંદની પડવાના પર્વને હવે માંડ ગણતરીના કલાકો બાકી છે. કરોડો રૂપિયાની ઘારી લોકો ગણતરીના કલાકોમાં ઝાપટી જતા હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે ઘારીના વેચાણમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. સુરતની સ્વાદપ્રિય ઘારીબો ડિમાન્ડ માત્ર ગુજરાત જ નહીં. પરંતુ દેશવિદેશમાં પણ છે. ત્યારે સુરતીલાલાઓની ડિમાન્ડને લઈ શહેરભરના મીઠાઈ વિક્રેતાઓના ત્યાં અલગ અલગ વેરાયટીઝની ઘારીઓ પણ તૈયાર કરી દેવામાં આવે છે. દર વર્ષે સુરત બહાર રહેતા સંબંધીઓને ઘારી મોકલવા ગ્રાહકો દ્વારા ઘારીની ખરીદી કરાતી હતી પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે ખરીદી જોવા મળી રહી નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ 600 થી લઈ 1100 રૂપિયા સુધીની અલગ અકાગ ફ્લેવરની ઘારીઓ તૈયાર કરવામાં આવી છે પરંતુ વેચાણ ઓછું છે.

આ વર્ષે પણ 600 થી લઈ 1100 રૂપિયા સુધીની અલગ અકાગ ફ્લેવરની ઘારીઓ તૈયાર કરવામાં આવી છે
  • ઘારીની ખરીદી દર વર્ષની જેમ જોવા મળી રહી નથી

    ચંદની પડવાની ઉજવણી કરવા સામાન્ય લોકોની સાથે ખાસ સુરતીઓ ભારે ઉત્સુક હોય છે. દર વર્ષે સુરતીલાલાઓ મીઠાઈની દુકાનો પરથી "ઘારી "ની પૂર્વ ખરીદી કરે છે. સુરતમાં દર વર્ષે ચંદની પડવાની ઉજવણી શહેરીજનો ધૂમધામથી કરતા હોય છે. જેને લઇ સુરતમાં પણ શહેરભરની મીઠાઈની દુકાનો પર ગ્રાહકો અવરજવર શરૂ થઈ ચૂકી જાય છે. કેટલાક લોકો ચંદની પર્વની ઉજવણી કરવા બહાર ગામથી ઘારીની ખરીદી કરવા સુરત આવે છે. પરંતુ આ વખતે ઘારીની ખરીદી દરવર્ષની જેમ જોવા મળી રહી નથી.

  • ઘારીના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી

    ઉલ્લેખનીય છે કે સુરતની ઘારીમાં એક અલગ જ સ્વાદ છુપાયેલ છે. જ્યાં કાશીનું મરણ અને સુરતનું જમણ પ્રખ્યાત છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે ઘારીના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. કારણ કે વેચાણ ઓછું છે.

  • ઘારીની અલગ અલગ વેરાયટીઝ

    દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઘારીની અલગ અલગ વેરાયટીઝ જોવા મળી રહી છે. જેમાં માવા ઘારીના - 620 રૂપિયા,બદામ પિસ્તા ઘારી- 660,સ્પેશિયલ કેસર પિસ્તા ઘારી- 720,ક્રીમ એન્ડ કુકિસ - 680,સ્વીસ ચોકલેટ નટ્સ - 680,કાજુ મેંગો મેજીક ઘારી -680,ઓરેન્જ બુખારી નટ્સ- 680,અંજીર અખરોટ ઘારી - 680,સ્ટ્રોબેરી નટ્સ ઘારી- 680,કલકતી પાન - મસાલા ઘારી- 680,સ્પેશિયલ કૃષ્ણ કસ્તુરી ઘારી - 800,ડ્રાયફ્રુટ ઘારી - 1100 રૂપિયા સ્પેશિયલ કેસર બદામ પિસ્તા સુગર ફ્રી ઘારી- 840 રૂપિયાની કિંમતે વેચાણ થઈ રહી છે.

  • ઘારીનો ઇતિહાસ

    કહેવાય છે 1857 ના વિપલવ સમયે તાત્યા ટોપે અને તેમની સેના સુરતના નવસારી બજાર ખાતે આવેલ એક મઠમાં રોકાયાં હતાં.જ્યાં પૂજારી દ્વારા તમામને ઘારી પીરસવામાં આવી હતી.અને ત્યારથી જ ચંદી પડવાના દિવસે દાયકાઓથી ઘારી- ભૂસાની લિજ્જત માણવાની પરંપરા ચાલી આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.