ETV Bharat / city

Corona Effect : સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓનો ધસારો

કોરોના કાળમાં તમામના વેપાર ધંધા ઠપ થયા હતા, જેના કારણે લોકોની આર્થિક પરિસ્થિતી નબળી પડી છે. વાલીઓ પોતાના બાળકોની શાળાની ફી ભરવા માટે અક્ષમ થયા છે પણ બીજી તરફ બાળકોને શિક્ષણ આપવું પણ જરૂરી છે. સુરતમાં વાલીઓ પોતાના બાળકોને ભણાવવા માટે સરકારી શાળઓ તરફ વળ્યા છે જ્યા બાળકોને વિના મૂલ્યે ભણતર અને ખાનગી શાળાઓ જેવી સુવિધાઓ મળી રહેશે.

xxx
Corona Effect : સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓનો ધસારો
author img

By

Published : Jun 17, 2021, 2:18 PM IST

  • સુરતમાં સરકારી શાળાઓ બહાર લાંબી લાઈનો
  • વાલીઓ ખાનગી શાળાઓને ઘેલચ્છા મૂકીને સરકારી શાળા તરફ વળ્યા
  • સુરતની સરકારી શાળાઓમાં અદ્યતન સુવિધાઓ

સુરત : ભણતર બાબતે સરકારી શાળાઓને લોકો ભલે પાછલી હરોળની ગણતા હોય પરંતુ ગુજરાતમાં સુરતની સરકારી શાળાઓ એક આઇડલ મોડેલ બની છે. કોરોનાકાળમાં આર્થિક સંકડામણને કારણે વાલીઓ બાળકોની ફી ભરી શકે તેવી સ્થિતિમાં નથી. તેના કારણે હવે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપવવા માટે લાઈનોમાં ઉભા છે સુરતની ઉત્રાણ સરકારી શાળાની કેપીસીટિ ભલે 1600ની હોય પરંતુ એડમીશન માટેની અરજીઓ 3500 જેટલી આવી છે.

વાલીઓની આર્થિક પરિસ્થિતિ ખસ્તા

કોરોના કાળમાં અનેક લોકોએ ધંધા રોજગાર ગુમાવ્યા છે. પરિસ્થિતિ આવી ઊભી થઈ છે કે તેઓ આર્થિક સંકળામણના કારણે પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવી શકતા નથી જેના કારણે હવે પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ માટે લાઈનમાં ઊભા છે. અચાનક જ અરજીઓની સંખ્યા વધતા સરકારી શાળામાં પ્રવેશ આપવા માટે ડ્રો સિસ્ટમ કરવી પડી રહી છે. હંમેશા વિવાદમાં રહેનાર સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે અચાનક જ ધસારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ઉમરગામમાં સરકારી શાળા ખુલી, રાજ્‍યપ્રધાન રમણલાલ પાટકરે લોકાર્પણ કર્યું

તમામ શિક્ષકો ઉચ્ચ ડિગ્રી ધારક

સુરતની સરકારી શાળાઓની વાત કરવામાં આવે તો ને તમામ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર ઉપર ભણાવવામાં આવે છે. બાળકોને ગણવેશ પુસ્તક અને તમામ સુવિધાઓ નિશુલ્ક આપવામાં આવે છે. ભણતરની સાથે યોગા શારીરિક શિક્ષણ અને અન્ય શેક્ષણિક ગતિવિધિઓ બાળકો પાસે કરાવવામાં આવે છે. શિક્ષકોની વાત કરવામાં આવે તેવો પણ ઉચ્ચ ડિગ્રી ધારક હોય છે. વાલીઓ મસમોટી ફી આપી જે સુવિધાઓ બાળકોને ખાનગી શાળામાં મળતી હોય છે તે તમામ સુવિધાઓ સરકારી શાળામાં મળે છે. કોરોના કાળમાં આ વાત વાલીઓ પણ સમજી ગયા છે.

સરકારી શાળામાં કમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ

ઉત્રાણ વિસ્તારની સરકારી શાળા ક્રમાંક 334 અને 346 છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તમ કક્ષાની સુવિધાઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે. જેના કારણે આ વિસ્તારના ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. આ શાળામાં બે પાળીમાં 1600 વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે પ્રવેશ મેળવવા માટે 3500 અરજીઓ આવી છે.

Corona Effect : સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓનો ધસારો

દરેક સુવિધા હાજર

આચાર્ય રમાબેન પદમાણીએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે ખાનગી શાળાઓમાં સુવિધા આપવામાં આવતી હોય છે તે તમામ સુવિધાઓ અમારી શાળામાં આપવામાં આવે છે, અમારી ત્યાં કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ છે. ઇન્ટરએક્ટિવ બોર્ડ દરેક ક્લાસમાં છે જેના કારણે કોરોનાકાળમાં અમે બાળકોને ભણાવી શક્યા છે. શાળા ભવનની જે કેપિસિટી એ પ્રમાણે એડમિશન ફૂલ છે અને હાલ બાજુમાં જે ભવન છે તે તૈયાર થઈ રહ્યું છે.

આ પણ વાંચો : ગોંડલના ઘોઘાવદર ગામે સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ લાઇન લગાવી

દર વર્ષે 1.60 લાખ વિદ્યાર્થીઓ ભણે છે જે ગુજરાતમાં સૌથી વધારે

શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિની શાળામાં એડમિશન માટે ધસારો આ પ્રથમ વખત નહીં અગાઉ પણ આવી જ રીતે એડમિશન માટે વાલીઓ આવતા હતા. ત્રણથી ચાર વર્ષથી આવી જ રીતે વાલીઓનો ધસારો જોવા મળે છે. અમે ઓનલાઇન વ્યવસ્થા કરી છે, જેથી વાલી ઓનલાઈન અરજી કરી શકે જેટલી કેપિસિટી છે તેનાથી ત્રણ ગણી અરજીઓ આવી છે. એડમિશન માટે ધસારો છે કારણ કે અમે જે પણ સુવિધાઓ છે તેનું શુલ્ક આપી રહ્યા છે અને શિક્ષણ ગુણવત્તા પણ ખૂબ જ સારી છે. ખાનગી શાળાઓને પણ ટક્કર મારે એવા ભવનો બનાવવામાં આવ્યા છે, જેમાં સાયન્સ લેબ અને કોમ્પ્યુટર લેબ છે. શિક્ષણ સમિતિમાં દર વર્ષે 1.60 લાખ વિદ્યાર્થીઓ ભણે છે જે ગુજરાતમાં સૌથી વધારે છે. અને આ વર્ષે એના કરતાં પણ વધુ આંકડો ઉપર જઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.