ETV Bharat / city

Corona Cases In Surat: રસીના સુરક્ષા કવચને કોરોનાએ ભેદ્યું, મોર્ડનાની ફાયઝર વેક્સિનના 3 ડોઝ લઇ ચૂકેલા વૃદ્ધ કોવિડ પોઝિટિવ - સુરતમાં કોરોના ટેસ્ટિંગ

સુરત શહેરમાં કોરોનાના કેસો (Corona Cases In Surat)માં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. સુરત અઠવા ઝોનમાં 7 કેસ (corona cases in surat athwa zone) અને રાંદેર ઝોનમાં કોરોનાનો એક કેસ (surat rander zone) નોંધાયો છે. ચિંતાજનક વાત એ છે કે અમેરિકામાં મોડર્નાની ફાયઝર વેક્સિન (moderna pfizer vaccine in america)ના 3 ડોઝ લઇ ચૂકેલા સિનિયર સિટીઝનને પણ કોરોના થયો છે. વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા 5 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

Corona Cases In Surat: રસીના સુરક્ષા કવચને કોરોનાએ ભેદ્યું, મોર્ડનાની ફાયઝર વેક્સિનના 3 ડોઝ લઇ ચૂકેલા વૃદ્ધ કોવિડ પોઝિટિવ

author img

By

Published : Dec 13, 2021, 4:54 PM IST

  • મનપા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઇ એલર્ટ
  • શહેરમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી
  • વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા 5 વ્યક્તિ કોરોના સંક્રમિત

સુરત: શહેરમાં કોરોનાના કેસો (Corona Cases In Surat)માં વધારો થતા મનપાની ચિંતામાં વધારો થયો છે. એક તરફ મનપા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (corona omicron variant)ને લઇ એલર્ટ થઇ ગઇ છે. હજુ સુધી શહેરમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ 7 કેસ મનપા અઠવા ઝોન (corona cases in surat athwa zone)ના છે. જ્યારે એક કેસ રાંદેર ઝોનમાં નોધાયો છે. ઘોડ દોડ રહેતા સિનિયર સિટીઝન અમેરિકામાં મોર્ડનાની ફાયઝર વેક્સિન (moderna pfizer vaccine in america)ના 3 ડોઝ લઇ ચૂક્યા હોવા છતા કોરોના પોઝિટિવ આવ્યા છે.

48 વર્ષીય કર્મચારીનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

અઠવા ઝોનમાં ગ્રીન એવન્યુ (athwa zone green avenue) ખાતે સતત ત્રીજા દિવસે કોરોનાનો પોઝિટવ કેસ નોંધાયો છે, જે અન્ય પોઝિટિવના સંર્પકમાં આવ્યા હતા. ઉપરાંત મનપાના VBCD વિભાગમાં ફરજ બજાવતા 48 વર્ષિય કર્મચારીને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વેક્સિનના બંને ડોઝ (both doses of corona vaccine) લીધા હોય તેવા 5 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી મનપા દ્વારા પૂર્ણ

અત્યાર સુધી 38,44,151 લોકોને કોરોનાની રસી (corona vaccination in surat)નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. એટલે કે પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી મનપા દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે 27,26,878 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. શહેરીજનોમાં અવરનેસ ન હોવાને પગલે બીજા ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં મનપાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વૃદ્ધે ‘મોડર્ના’ વેક્સિનના 3 ડોઝ લીધા હતા

69 વર્ષના વૃદ્ધ ગત સપ્તાહે અમેરિકાથી આવ્યા હતા. તેમનો કોરોન્ટાઇન પીરિયડ પૂરો થતા મનપા દ્વારા RTPCR કરાયું હતું. તેઓ 4 તારીખે સુરત પરત આવ્યા હતા. અમેરિકામાં જ વૃદ્ધે ‘મોડર્ના’ વેક્સિનના 3 ડોઝ લીધા હતા છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે સુરતમાં વેક્સિનના બંને ડોઝ લેનારા 5 વ્યક્તિઓ પણ સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. નવા વેરિયન્ટ ઓમિક્રોનની સામે મનપાએ સઘન ટેસ્ટિંગ (corona testing in surat) હાથ ધર્યું છે. શહેરીજનોએ જે બેદરકારી દાખવી તેનું પરિણામ હવે દેખાઇ રહ્યું છે. આજે શહેરમાં નવા 8 પોઝિટિવ કેસ નોંધાતા મનપાની ચિંતામાં પણ વધારો થયો છે.

પતિ-પત્ની બંને કોરોના પોઝિટિવ

રવિવારે મળેલા કુલ 8 કેસ પૈકી 7 કેસ તો માત્ર અઠવા ઝોનમાં જ છે, જ્યારે બાકીનો એક દર્દી રાંદેર ઝોનમાં નોંધાયો છે. અઠવા ઝોનમાં પાર્લેપોઇન્ટ સ્થિત હિમસન બંગલા વિસ્તારમાં પતિ-પત્ની બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે બંન્ને બનાસકાંઠા ફરીને આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સમગ્ર દેશમાં દહેશત જોવા મળી રહી છે. નવા વેરિયન્ટનો સુરત શહેરમાં પગપસેરો (omicron variant in surat) ન થાય તેની પુરતી તકેદારી મનપા દ્વારા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Corona case in Jamnagar :જામનગરમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું, ત્રણ દિવસથી સતત કેસમાં વધારો

આ પણ વાંચો: Omicron In The World: WHOએ ચેતવ્યા, કહ્યું- વેક્સિનથી મળેલી ઇમ્યુનિટી ઓછી કરશે ઓમિક્રોન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.