- કોરોનાનો કહેર હવે એકદમ નિયંત્રણ તરફ જઈ રહ્યો
- બે જ મોત નોંધાતાં તંત્રને મોટી રાહત થઇ
- 90 ટકા કોવિડ સેન્ટર કેસ ઓછા થતા બંધ થયા
સુરત: કોરોનાની બીજી લહેરના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે શહેર ગ્રામ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 445 નવા કેસો આવ્યા હતા. શહેર-ગ્રામ્યમાં 821 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે સાત દર્દીઓના મોત થયા હતા. શહેરમાં કોરોનાના 284 નવા કેસો આવ્યા હતા. કોરોનાથી માત્ર બે મોત થયા હતા. ગ્રામ્યમાં કોરોનાના 161 નવા કેસો આવ્યા હતા. કોરોનામાં પાંચ મોત થયા હતા.
આ પણ વાંચો: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ 101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી
સુરતની સ્થિતિ
અગાઉ પોઝિટિવ | 1,38,097 |
નવા પોઝિટિવ નોંધાયા | 445 |
કુલ | 1,38,549 |
વધુ 821 સહિત સારા થયા | 1,31,009 |
વધુ 7 સહિત મોત | 2034 |
સારવાર હેઠળ પોઝિટિવ | 5499 |
આ પણ વાંચો: VNSGUમાં આજથી RT-PCR ટેસ્ટિંગ શરૂ કરાયું
રિકવરી રેટ 95 ટકા છે
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.આશિષ નાયકે ETV Bharatને જણાવ્યું હતું કે, હાલ પોઝિટિવિટી રેટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, રિકવરી રેટ 95 ટકા છે. હોસ્પિટલમાં 75 ટકા બેડ ખાલી છે અને વિવિધ સંસ્થાઓ તેમજ સંગઠન દ્વારા શરૂ કરાયેલા કોવિડ સેન્ટર પણ કેસ ઓછા થતા બંધ કરાયા છે.