ETV Bharat / city

રાજ્યના આરોગ્ય પ્રધાને આપ્યું વિવાદિત નિવેદન, ગુજરાતની રાજનીતિમાં થઈ શકે છે ખળભળાટ

author img

By

Published : Jul 5, 2021, 1:23 PM IST

Updated : Jul 5, 2021, 1:38 PM IST

સુરતનાં વરાછાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ ફેસબુક લાઈવ દ્વારા આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા કરાયેલ હિન્દુધર્મ વિરોધી નિવેદનને લઈ સંબોધન કર્યું છે.કુમાર કાનાણીએ લગભગ અડધો કલાકના સંબોધનમાં ગોપાલ ઇટાલીયા ને આડેહાથ લીધા. તેઓએ જણાવ્યું હતું કે અમારા ઘરે પણ પરિવાર હતો ત્યારે આપના કોર્પોરેટરો ત્યાં વિરોધ કરવા આવ્યા દિલ્હીના મુખ્યપ્રધાન બંગાલ હિંસામાં મૌન રાખે છે. મમતા બેનરજીને ટેકો આપે છે ગુજરાતમાં જે વિરોધ છે તે આ હિન્દુઓનો આક્રોશ છે.

politics
રાજ્યના આરોગ્ય પ્રધાને આપ્યું વિવાદિત નિવેદન, ગુજરાતની રાજનીતિમાં થઈ શકે છે ખળભળાટ
  • હવે તમને કેમ દુખે છે અમારા ઘરે પણ પરિવાર હતો જ્યારે AAPના કોર્પોરેટરોએ વિરોધ કર્યો : કાનાણી
  • આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ ફેસબુક લાઈવ કરી ઈટાલીયાને સવાલો કર્યા
  • અમારી સભાઓમાં ગાળો બોલાય પથ્થરમારો કરાય આને ગુંડાગીરી કહેવાય કે નહીં ?

સુરત : વરાછાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ ફેસબુક લાઈવ દ્વારા આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા કરાયેલા હિન્દુધર્મ વિરોધી નિવેદનને લઈ સંબોધન કર્યું હતું .કુમાર કાનાણીએ લગભગ અડધો કલાકના ફેસબુક લાઈવમાં ગોપાલ ઇટાલીયાને આડેહાથ લીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમારા ઘરે પણ પરિવાર હતો જ્યારે AAPના કોર્પોરેટરો ત્યાં વિરોધ કરવા આવ્યા હતા. દિલ્હીના મુખ્યપ્રધાન બંગાલ હિંસામાં મૌન રહે છે. મમતા બેનરજીને ટેકો આપે છે, ગુજરાતમાં જે વિરોધ થઈ રહ્યો છે તે આ હિન્દુઓનો આક્રોશ છે.

હિંસા યોગ્ય નથી

ફેસબુકના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને સંબોધીને કુમાર કનાણીએ કહ્યું હતું કે "વિસાવદરના લેરિયા ખાતે ગોપાલ ઈટાલીયા પર હુમલો થયો અને તેમના ઘરે જે પણ થયું તે બિલકુલ જ યોગ્ય નથી. ગુજરાતમાં હિંસાને સ્થાન ન જ નથી. પણ એ હુમલો ભાજપે કર્યો નથી. પરંતુ હિન્દુઓના વિરોધમાં સાધુ-સંતો, ધર્માત્મા, ધર્મ ગુરુઓ, ભગવાન, મંદિરો વિરુદ્ધ એલફેલ બોલનારા ગોપાલ ઇટાલીયાને આ હિંદુઓ જ જવાબ આપી રહ્યા છે.આ હિન્દુઓનો આક્રોશ છે."

વિરોધની પદ્ધતિ ખોટી જ હતી

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ તબક્કે મારે ગોપાલ ઇટાલીયાને પૂછવું છે કે તમે કરો એ "લીલા" અમે કરીએ તો ગૂંડા ? તમારા ઘરે જે પણ થયુંએ વિરોધની પદ્ધતિ ખોટી જ હતી તે હું માનું છું પણ થોડા દિવસ પહેલા આપના કોર્પોરેટરનું ટોળું મારા ઘરે ધસી આવ્યું અને વિરોધ કર્યો ત્યારે મારા ઘરે મારો દિકરો, મારા પત્ની, મારા દીકરાની વહુ નહોતા ? મારા પરિવારની હાજરીમાં ગાળાગાળી થઈ એ બધું શું હતું એ લુખ્ખાગીરી નહોતી ? એ ગુંડાગીરી નહોતી ?, કે પછી તે હીરોગીરી હતી ?

હિન્દુ દેવી દેવતા વિશે આડેધડ બોલ્યા છો

તેઓ સાથે જણાવ્યું હતું કે અનામતના નામે આંદોલન થયું ત્યારે મારી રાજકીય કારકિર્દી જોખમમાં મૂકીને હું સમાજ સાથે ઉભો રહ્યો હતો છતાં અમને ત્રણ વર્ષ કોઇ સભા કે કાર્યક્રમ કરવા દેવાયા નથી. અમારી ચૂંટણી સભાઓમાં પથ્થરો મરાયા છે, ગાડીઓ સળગાવાઈ છે, ગાળો બોલાય છે, એ શું હતું ? તમે સાધુ-સંતો, મહારાજ, હિન્દુ દેવી દેવતા વિશે આડેધડ બોલ્યા છો એનો આ જવાબ છે. અહિંસાની રાજનીતિ કે રાજકીય હુમલા કોને કહેવાય તે તમને ખબર છે ?પશ્ચિમ બંગાળમાં ભાજપને સહકાર આપનારને ત્યાં તોડફોડ થઈ, ભાજપના કાર્યકરો ઉમેદવારોની હત્યાઓ થઇ ત્યાં કેમ તમારા દિલ્હીના સીએમ કેજરીવાલ કંઈ બોલ્યા નહીં ? ત્યાં દીદીની પડેખે રહો છો અને અહીંયા તરત વિરોધ બતાવ્યો.

Last Updated : Jul 5, 2021, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.