ETV Bharat / city

કોંગ્રેસ ઈચ્છે છે અલ્પેશ પક્ષમાં જોડાય અને પાસ ઈચ્છે છે કે તેઓ પાટીદારોના પ્રશ્નો રજૂ કરે

અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાઇ (Alpesh kathiriya joint congress) શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અલ્પેશ કથીરિયાના સુરત કાર્યાલય પર કોંગ્રેસના મોટા નેતાઓના ધામાના કારણે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

કોંગ્રેસ ઈચ્છે છે અલ્પેશ પક્ષમાં જોડાય અને પાસ ઈચ્છે છે કે તેઓ પાટીદારોના પ્રશ્નો રજૂ કરે
કોંગ્રેસ ઈચ્છે છે અલ્પેશ પક્ષમાં જોડાય અને પાસ ઈચ્છે છે કે તેઓ પાટીદારોના પ્રશ્નો રજૂ કરે
author img

By

Published : Jan 26, 2022, 5:40 PM IST

સુરત: દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવા નેતા અલ્પેશ કથીરિયાના સુરત કાર્યાલય (Alpesh kathiriya surat office) પર કોંગ્રેસના મોટા નેતાઓના ધામાના કારણે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. આ બેઠકના કારણે અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાઇ (Alpesh kathiriya joint congress) શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. બેઠક બાદ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે, આ સામાન્ય ચર્ચા માટે બેઠક હતી. જેમાં આંદોલન સમયે જે ખોટા કેસો યુવાનો ઉપર કરવામાં આવ્યા હતા તે પરત જાય અને આ મુદ્દા વિપક્ષ તરીકે કોંગ્રેસ વિધાનસભામાં મુદ્દા ઊંચકે આ માટે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસ ઈચ્છે છે અલ્પેશ પક્ષમાં જોડાય અને પાસ ઈચ્છે છે કે તેઓ પાટીદારોના પ્રશ્નો રજૂ કરે

કોંગ્રેસના ચાર ધારાસભ્યો કથીરિયાની ઓફિસ પહોંચ્યા

કોંગ્રેસના ચાર ધારાસભ્યો પાસ નેતા અલ્પેશ કથીરિયા (Congress mla meet alpesh kathiriya)ની ઓફિસ પહોંચ્યા હતા. ધારાસભ્ય લાલિતભાઈ કથગરા, લલિતભાઈ વસોયા, કિરીટ પટેલ અને પ્રારભાઈ દુઘાત પહોંચ્યા હતા અને મિટિંગ હાથ ધરી હતી. મીટીંગ પૂર્ણ થયા બાદ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ તરફથી સન્માનનીય ચાર ધારાસભ્યોની આજરોજ મુલાકાત હતી, આ મુલાકાત કોઇ રાજકીય કે વિશેષ નહિ પણ આમંત્રણ બાબત હતી તે આમંત્રણ એમને આપ્યું છે, આવા ઘણા આમંત્રણ અમને અગાઉ પણ મળી આવ્યા છે. મુખ્યત્વે જે મીટીંગમાં જે ચર્ચાઓ હતી તે કેસો કઈ રીતે પાછા ખેંચવા અને આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર મળવાનું છે તે અંગે ચર્ચા થઇ હતી.

આ પણ વાંચો: Paal Dadhwav massacre Tableau : સાબરકાંઠાના આ ટેબ્લો થકી એક સદી બાદ દેશદુનિયા જાણશે અંગ્રેજોનો વધુ એક સિતમ

કોંગ્રેસ જોઈન્ટ કરવી જોઈએ

ધારાસભ્ય લાલિતભાઈ કથગરાએ કહ્યુ કે, અલ્પેશ ભાઈને જ્યારે સુરત આવીએ ત્યારે દર વખતે તેમની ઓફિસે મળતા હોઈએ છીએ. આજે અમે ચારેય ધારાસભ્યો અલ્પેશ ભાઈની ઓફિસમાં એમને મળવા ગયા હતા અને જે પરિસ્થિતિ છે, એમાં ગુજરાતમાં સરમુખત્યારશાહી શાસન છે. ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટી (gujarat bjp)ને જાકારો આપે તેના માટે તમામ શક્તિઓ અને તમામ પ્રવાહો એક થાય એના માટે અમે અલ્પેશ ભાઈને કીધું તારા જેવી તાકાતવાળી વ્યક્તિએ કોંગ્રેસ જોઈન્ટ કરવી જોઈએ અને કોંગ્રેસ જોઈન્ટ કરશો તો ભવિષ્યમાં ઉકેલ છે.

આ પણ વાંચો: પદ્મશ્રી વિજેતા જે.એમ.વ્યાસ: જૂનાગઢથી ગાંધીનગર અને ગાંધીનગરથી પદ્મશ્રી સુધીનો રસ્તો ખૂબ જ કઠિન હતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.