- સુરત કોર્પોર્શન ચૂંટણી લડવા કોંગ્રેસની તૈયારી
- AAP અને AIMIMને ખાળવા કરી તૈયારી
- આ બંને પાર્ટી કોંગ્રેસની પરંપરાગત વોટબેન્કને કરે છે અસર
AAP અને AIMIM બંને પાર્ટી કોંગ્રેસની પરંપરાગત વોટબેન્કને કરે છે અસર
સુરતઃ તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજકારણની એક તાસીર છે કે ક્યારેય પણ ગુજરાતે ત્રીજી પાર્ટીને સ્વીકારી નથી. સ્વાભાવિક છે કે ભલભલા મહારથીઓ એ ત્રીજી પાર્ટી બનાવવાનો પ્રયત્ન કર્યો. ભલે તેઓ મુખ્યપ્રધાન હોય કે પૂર્વ મુખ્યપ્રધાન હોય. માત્ર સ્થાનિક એક અથવા બે વિધાનસભા પૂરતો જ પાર્ટીઓ ચાલી છે. પરંતુ ગુજરાતની પ્રજાએ ક્યારેય તેમને સ્વીકારી નથી એટલે આ વખતે પણ આમ આદમી પાર્ટી હોય કે AIMIM હોય થોડા ઘણા મત બગાડવાના પ્રયાસ કરી શકે છે પરંતુ તેમના કોઇ ઉમેદવાર જીતી શકે તેવી કોઇ પરિસ્થિતિ નથી અને કોંગ્રેસે અત્યારથી જ આ લોકો સામે લડવા માટેની વ્યૂહરચના બનાવી લીધી છે. ટૂંક સમયમાં અમે તેની જાહેરાત કરીશું. કોંગ્રેસ આ મુદ્દે ગંભીરતાથી વિચારી રહી છે અને સામનો તાકાતથી કરશે.
- AIMIM પાર્ટી છે તે ચોક્કસ સમુદાય માટેની પાર્ટી
ચૌધરીએ કહ્યું હતું કે,સ્વાભાવિક રીતે જે રીતે અમે પરિણામ બિહારમાં જોયાં. જ્યાં આ લોકો ચૂંટણી લડ્યાં છે ત્યાના લોકો જીતવા કરતાં કેવી રીતે સામેનો ઉમેદવાર હારી જાય એટલા મતો મેળવવા માટે ચૂંટણી લડે છે. જો કોર્પોરેશનની ચૂંટણી હોય અને પાંચસો કે હજાર જેટલા મતોની હારજીત હોય અને આ પાર્ટીઓના ઉમેદવાર ત્રણસો-ચારસો મતો લઈ જાય તો હાર-જીતની બાજી પલટાઈ જાય છે અને જીતવાવાળો હારી જતો હોય છે ને હારવાળો જીતી જતો હોય છે. એ જ અમને મહારાષ્ટ્ર અને બિહાર વિધાનસભામાં જોવા મળ્યું છે અને આ પ્રયત્ન કરીને આડકતરી રીતે ભાજપને ફાયદો કરાવતા હોય છે એવું લાગી રહ્યું છે. આ પાર્ટી વિધાનસભામાં પણ ચૂંટણીઓ લડી છે આ પાર્ટી અમને વધારે નુકસાન કરી શકી નહોતી અને આ વખતે પણ વધારે નુકસાન કરી શકે એવું લાગી રહ્યું નથી. AIMIM પાર્ટી છે તે ચોક્કસ સમુદાય માટેની પાર્ટી છે અને તેઅમને નુકસાન કરે તેવું લાગી રહ્યું નથી.
- ઉમેદવારને પાર્ટી સમજી-વિચારીને જ રીપીટ કરાશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશ સમિતિ દ્વારા જે નિરીક્ષકોને સૂચના આપવામાં આવી છે. સાત તારીખ સુધીમાં તાલુકા પંચાયત ,જિલ્લા પંચાયત, નગરપાલિકા અથવા મહાનગરપાલિકા હોય તમામ જે લોકોએ ઉમેદવારી નોંધાવી છે તેઓને સંભાળવા જે પણ પેનલ નિર્વિવાદિત હોય એવી લિસ્ટ પ્રદેશ સમિતિમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ ઉમેદવાર તરીકે જાહેર કરશે. જ્યારે કોર્પોરેટર કે જેઓ ચૂંટણી લડવા નથી માંગતા એ સિવાય જે કોર્પોરેટરનો કાર્યકાળ પાંચ વર્ષ વિવાદાસ્પદ રહ્યો છે અને કોઈ ગેરરીતિમાં સંડોવાયેલા છે તેવા ઉમેદવારને પાર્ટી સમજી-વિચારીને જ રીપીટ કરશે અને જે લોકોએ કામગીરી સારી કરી છે તેઓને કોઈ વાંધો આવશે નહીં.