- સુરતમાં કોંગ્રેસના નેતાએ પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કર્યો
- કોંગ્રેસ નેતા મુકદર રંગુંનીએ જાહેરમાં કરી જન્મદિનની ઉજવણી
- વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી
સુરતઃ શહેરમાં કોંગ્રેસના નેતા મુકદર રંગુંનીએ જાહેરમાં જન્મદિનની ઉજવણી કરી છે. પોલીસ કમિશ્નરના જાહેરનામાંનો જાહેરમાં ભંગ થઈ રહ્યો હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. નેતા અને તેમના સમર્થકો કોરોના કાળમાં વગર માસ્કે નજરે આવ્યાં છે. રોડ ઉપર કેક અને આતિષબાજી સાથે તેઓએ જન્મદિવસની ઉજવણી કરી હતી. ટોળાં સહિત સૌ કોઈ એ સાથે જન્મદિવસ ઉજવ્યો હતો.
એક બાદ એક 5 કેક કાપવામાં આવી
કોંગ્રેસના નેતા અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને જન્મદિનની ઉજવણી કરી હતી. એક બાદ એક 5 કેક કાપવામાં આવી હતી અને બીજી બાજુ આતીશબાજી થઈ રહી હતી. યુવાઓ સાથે બાળકો પણ આ વાયરલ વીડિયોમાં નજર આવે છે. આ વાયરલ વીડિયોની પુષ્ટી ETV BHARAT કરતું નથી. કોરોના કાળમાં આવી રીતે જન્મદિનની ઉજવણી ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, રાત્રિ દરમિયાન જાહેર રસ્તા પર કોઈએ પણ જન્મદિનની ઉજવણી કરવી નહીં, ત્યારે આ જાહેરનામાનો ભંગ ખૂદ કોંગ્રેસના નેતાઓ કરતા જોવા મળી રહ્યા છે.