ETV Bharat / city

Complaint Against Subrata Roy: સહારા ગ્રૂપના સુબ્રતો રોય અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ સુરતમાં ફરિયાદ, 1.07 કરોડની કરી હતી છેતરપિંડી! - Complaint Against Subrata Roy In Surat

સુરતમાં સહારા ગ્રુપના સુબ્રતો રોય (Complaint Against Subrata Roy) અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પુણેમાં વિલા આપવાના નામે 1 કરોડથી વધારેની ઠગાઈ સુરતના ઓવરસીઝ ડેવલપર્સના માલિક ઇલિયાસ રેલવેવાલા સાથે કરવામાં આવી હતી.

સહારા ગ્રૂપના સુબ્રતો રોય અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ સુરતમાં ફરિયાદ, 1.07 કરોડની કરી હતી છેતરપિંડી!

author img

By

Published : Apr 13, 2022, 4:19 PM IST

સુરત: સહારા ગ્રુપના સુબ્રતો રોય (Complaint Against Subrata Roy) અને તેમની કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચ (Surat City Crime Branch)માં રૂપિયા 1.07 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે. ઓવરસીઝ ડેવલપર્સ (Overseas Developers surat)ના ઇલિયાસ રેલવેવાલાને પુણેના મુલસી ખાતે એમ્બીવેલી વિલા (sahara aamby valley villa pune) આપવાની વાત કરવામાં આવી હતી. જો કે પૈસા લીધા હોવા છતાં કોઈ સુવિધા આપવામાં આવી નહોતી અને વિલાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું નહોતું.

ઓવરસીઝ ડેવલપર્સના માલિક ઇલિયાસ રેલવેવાલાએ ક્રાઈમ બ્રાંચમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી.

ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી- સિટી જીમખાના પીપલોદ (surat city gymkhana piplod) ખાતે આવેલા શાંતમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘોડદોડ રોડ રામ ચોક ખાતે ઓવરસીઝ ડેવલપર્સના માલિક ઇલિયાસ રેલવેવાલાએ ક્રાઈમ બ્રાંચમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, સહારા ગ્રૂપ દ્વારા પુણેના મુલસી ગામમાં એમ્બીવેલી સિટી ડેવલપર્સ (aamby valley city developers project)ના નામે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2005માં ગ્રુપના કર્મચારી અર્ચના ફૂદાલકરે ઇલિયાસ રેલવેવાલાનો સંપર્ક કર્યો હતો અને એમ્બીવેલી વિલા ખરીદવા માટે અનુરોધ કર્યો હતો. તેમાં અલગ-અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે (Fraud In Surat) તેમ કહ્યું હતું.

આ પણ વાંચો: 500 crore land scam : પ્લોટ સુનિશ્ચિત લોકોને જ આપવામાં આવ્યાં હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આક્ષેપ

સ્થળ પર જઇને જોયું તો કોઈ કામ શરૂ કરવામાં આવ્યું નહોતું- ઇલયાસ રેલવેવાળાએ તે સમયે આ પ્રોજેક્ટમાં વિલા ખરીદ્યો હતો. આ ઉપરાંત સેલિબ્રેશનના નામે પણ ફ્લેટના પ્રોજેક્ટમાં અર્ચના અને બીજા કર્મચારી રોમી દત્તાએ ઇલયાસ અને તેમના પત્ની યાસ્મીન બેન પાસે રોકાણ કરાવ્યું હતું. હકીકતમાં જે પ્રોજેક્ટ માટે રૂપિયા 1.07 કરોડ લઇ લેવામાં આવ્યા હતા તે પ્રોજેક્ટ કરવામાં આવ્યો નહોતો. ઇલિયાસ રેલવેવાલાએ સ્થળ પર જઈને જોયું હતું, જ્યાં કોઈ કામ ચાલતું નહોતું જેથી તેમને બુકિંગ કેન્સલ કરવાનું પણ કહ્યું હતું.

આ પણ વાંચો: Land fraud in Navsari: લો બોલો, સુરત મહિલા કોંગ્રેસ આગેવાને જ નવસારીના ખેડૂતની જમીન બારોબાર વેચી દીધી, મહિલા સહિત 2ની ધરપકડ

સુબ્રતો રોય અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ- ઇલિયાસ રેલવેવાલાને રૂપિયા પરત આપવાની વાત કરીને ગોળગોળ જવાબો આપવામાં આવ્યા હતા. સાથે તેમની રોકેલી રકમ રૂપિયા 1.07 કરોડ પરત નહીં કરતાં સુરત સિટી ક્રાઈમ બ્રાંચ (Complaint Against Subrata Roy In Surat) માં સહારા ગ્રૂપના સુબ્રતો રોય અને કર્મચારીઓ રોમી દત્તા, અર્ચના કુદાલકર, અવિનાશ સહાય, વિવેક કુમાર, પિંકી ભારદ્વાજ, મનમીત કૌર અને ગોવિંદ વર્મા સામે ઠગાઇની ફરિયાદ નોંધવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.