સુરત : કોમનવેલ્થ ગેમમાં દેશને ગોલ્ડ મેડલ (Commonwealth Games 2022) અપાવનાર સુરતના હરમીત દેસાઈનું સુરત એરપોર્ટ ઉપર ઢોલ નગારા સાથે પરિવાર તેમજ મોટી સંખ્યામાં સુરતીઓ એકઠા થઈ તેમનું તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સમય દરમિયાન એરપોર્ટ પર ભારત માતા કી જયના નારા પણ (Gold Medalist Harmeet Desai) લગાવવામાં આવ્યા હતા. હર્મિતનું સ્વાગત કરતી વખતે પરિવારજનોની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા.
આ પણ વાંચો: સૂર્યકુમારની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે હરાવ્યું
કોમનવેલ્થ ગેમ અઘરી કોમનવેલ્થ ગેમ ગોલ્ડ મેડલિસ્ટ હરમીત દેસાઈએ જણાવ્યું હતું કે, ખૂબ જ ખુશી વ્યક્ત કરી રહ્યો છું. આ વખતે પણ ગોલ્ડ મેડલ લઈને આવ્યો છું ખૂબ જ આનંદ થયો છેકે, મારા સ્વાગત માટે આટલા બધા સુરતી આવ્યા છે. ગેમ તો ખુબ જ ટફ હતી (harmeet desai cwg 2022) કારણ કે અમારું બે વખત નાઈઝરે સામે મેચ થઈ હતી. તે ખૂબ જ સ્ટ્રોંગ ટીમ હતી. સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ જેવી સ્ટ્રોંગ ટીમને હરાવી હતી. પરંતુ આ વખતની કોમનવેલ્થ ગેમ ગયા વખત કરતા પણ ખુબ જ અઘરી હતી. પરંતુ અમારી ટીમની મહેનત પણ હતી. અમે ત્રણ લોકોએ એકબીજાને સમજી આ ગેમ રમી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
આ પણ વાંચો: CWG 2022: બેડમિન્ટન મિશ્ર ટીમ ઈવેન્ટની ફાઈનલમાં મલેશિયાએ આપી ભારતને માત
હું ઓલમ્પિક પણ ગોલ્ડ લેઉ વધુમાં જણાવ્યું કે, આવનારા સમયમાં એશિયન ગેમ્સ આવી રહી છે તો હવે એની માટે તૈયારીઓ કરવામાં આવશે. તે ઉપરાંત બે વર્ષ પછી ઓલમ્પિક પણ છે. હું કોશિશ કરીશ કે આ વખતે હું ઓલમ્પિક પણ ગોલ્ડ લાઉ. મને તો આ (commonwealth games gold medal) ગેમ રમતા મને 21 વર્ષ થઈ ગયા છે. આટલા વર્ષોની મહેનતનું મને આજે ફળ મળ્યું છે. આટલા વર્ષોથી હું ઘરેથી દૂર રહ્યો છું એટલે મારા પરિવારનો સપોર્ટ મને હંમેશા રહે છે. આવતા 13 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન સાથે મારી મુલાકાત થવા જઈ રહી છે. આ મેચમાં જવા પેહલા વડાપ્રધાનએ અમારા બધા જ ખિલાડીઓ જોડે (Harmeet Desai of Surat) વિડિઓ માધ્યમથી વાત કરી હતી.