- સુરતમાં BRTS બસ સેવા શરૂ
- નોકરીયાતોને મળી રહાત
- કોરોના કેસ ઘટતા લેવાયો નિર્ણય
સુરત: શહેરમાં કોરોના સંક્રમણમાં (Corona Transition) ઘટાડો જોવા મળી રહ્યો છે. સંક્રમણ ઘટતા મનપા દ્વારા BRTS બસ સેવા શરૂ કરવામાં આવી છે. ગુરુવારથી વધુ 4 રૂટ પર 82 બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી છે.
નોકરીયાતોને રાહત
શહેરના જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી કડોદરા,સોમેશ્વર જંકશન થી અમેઝિયા પાર્ક,રેલ્વે સ્ટેશન થી કડોદરા અને કોસાડ આવાસથી ખરવર નગર રોડ પર બસ સેવા શરૂ કરવામાં આવી છે તમામ રૂટ પર બસ સેવા શરૂ થતાં રોજિંદા કામ કરતાં નોકરીએ જતા લોકોને રાહત થઇ છે.
આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં કોરોનાના નવા વધુ 57 કેસ નોંધાયા
મુસાફરોને રાહત
બસમાં મુસાફરી કરતા દેવ્યાનીએ જણાવ્યું હતું કે મનપા દ્વારા બસ સેવા શરૂ કરવા આવી છે ખૂબ જ સારું છે કારણ કે રિક્ષાચાલકો વધુ ભાડું લેતા હતા અને રીક્ષામાં વધારે પેસેન્જરો બેસાડતા હતા જેથી કોરોના લાગી શકે તેવો ભય રહેતો હતો બસ સેવા સારી છે સમય પર આવી જતી હોય છે.
આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં બુધવારે કોરાનાના વધું 75 પોઝિટિવ કેસ નોંધાયા