સુરત : સુરતના લિંબાયત ખાતે આયોજિત શિવ મહાપુરાણ કથામાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહભાગી (Surat Shiv Mahapuran Katha) થવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કથા સાંભળનાર લોકોને કહ્યું હતું કે, સંત જ્યારે કથા કહે ત્યારે અમારે કાઈ કહેવાનું ન હોય જીવમાંથી શિવ (Shiv Mahapuran Katha) થવાનું હોય છે. આ ઉપરાંત ઉપસ્થિતિ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદીએ રાજ્યના મંદિરોનું નવનિર્માણ કાર્યને યાદ કર્યું હતું.
મુખ્યપ્રધાને શિવપુરાણ કથાનું કર્યું શ્રવણ - સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ત્રીકમ નગરમાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા શિવ મહાપુરાણની કથા ચાલી રહી છે. આ કથાનું શ્રવણ કરવા માટે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા જ્યાં કથાનું શ્રવણ (CM Bhupendra Patel Surat) કર્યું હતું. તેમણે શિવ મહાપુરાણ કથા શ્રવણ કરતા લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમજ તેમની સાથે લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ, રાજ્યના માર્ગ અને મકાન વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદી, શહેરી વિકાસ રાજ્યપ્રધાન વિનોદ મોરડિયા, ધારાસભ્ય વિવેક પટેલ, સુરત શહેરના સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત, લિંબાયત વિસ્તારના કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : ડાંગ: આહવાના દંડકેશ્વર મહાદેવ મંદિરમાં શિવ કથાનો પ્રાંરભ
"અમારે કાઈ કહેવાનું ન હોય" - આ પ્રસંગે શિવપુરાણ કથાનું શ્રવણ કરવા પહોંચેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel Shiv Katha) જણાવ્યું હતું કે, શિવ મહાપુરાણમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી વિશે તેમજ તેના વાર્તાલાપ અંગેનું સરસ આલેખન કરવામાં આવ્યું છે. તમામ પુરાણોમાં શિવ મહાપુરાણનું એક આગવું મહત્વ છે. આપણા જીવનમાંથી અવગુણોને દુર કરી જીવમાંથી શિવ થવાનો અનુરોધ કર્યો હતો. તેમજ સંત જ્યારે કથા કહે ત્યારે અમારે કંઈ કહેવાનું ન હોય, જીવમાંથી શિવ થવાનું હોય છે. જીવનમાં અનિષ્ઠ, અવગુણો જેમ જેમ દૂર થશે તેમ તેમ શિવ થઈશું.
આ પણ વાંચો : CM Bhupendra Patel in Jamnagar : મુખ્યપ્રધાને વિરોધપક્ષ નેતાને એવું તે શું કહ્યું કે રાજકીય અટકળો વહેતી થઈ?
મંદિરોનું નિર્માણને યાદ કર્યુ - આ પ્રસંગે શિવપુરાણ કથાનું શ્રવણ કરવા પહોંચેલા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદીએ (Purnesh Modi in Surat Katha) જણાવ્યું હતું કે, રાજ્યના યાત્રાધામ વિકાસ દ્વારા બેટ દ્વારકા ખાતે બ્રિજનું નિર્માણ, માધવરાયનું મંદિર તેમજ પાવાગઢ મંદિરોનું નવનિર્માણ કરવાનુ કાર્ય સરકાર કરી રહી છે. તે સાથે શિવપુરાણ કથાનું શ્રવણ કર્યું હતું.