ETV Bharat / city

CM Rupani: કોંગ્રેસ અને આપ પર પ્રહાર, કહ્યુ અમે સહાય ઓછી અને જાહેરાત મોટી નથી કરતા - surat news

આજે રવિવારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ખજોદ ખાતે તૈયાર થઈ રહેલા ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક ડાયમંડ બુર્સ (Diamond Bourse) ની મુલાકાત લીધી હતી. ત્યાં હીરા ઉદ્યોગના વ્યાપારીઓને મળ્યા હતા. આ સાથે જ રૂ.1 હજાર 270 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાત મુહુર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું.

CM Rupani: કોંગ્રેસ અને આપ પર પ્રહાર
CM Rupani: કોંગ્રેસ અને આપ પર પ્રહાર
author img

By

Published : Jul 11, 2021, 8:40 PM IST

  • મુખ્યપ્રધાન રુપાણીએ કોંગ્રેસ અને આપ પર સાધ્યુ નિશાન
  • તાપી નદી પરના 14મા પાલ-ઉમરા બ્રિજનું કર્યું ઉદ્ઘાટન
  • ડાયમંડ બુર્સ પ્રોજેક્ટની મુલાકાત લઇ ઉદ્યોગપતિઓ સાથે કરી ચર્ચા

સુરત: રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) આજે રવિવારે સુરતમાં ખજોદ ખાતે તૈયાર થઆ રહેલા ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. હીરા ઉદ્યોગના વ્યાપારીઓ સાથે મુલાકાત કરી રૂ.1 હજાર 270 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાત મુહુર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે
મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે

રુપાણીના કોંગ્રેસ અને આપ પર પ્રહાર

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે રીતે ગરીબોને આવાસ આપી રહી છે, તે મુદ્દે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ઈલેક્શન પુર્વે કોંગ્રેસે રક્ષાબંધનના પર્વ પર ગરીબ લોકોને ઘરના ઘરનું ખોટુ સ્વપ્ન બતાવી ફોર્મ વિતરણ કરી અને મતોનું રાજકારણ કર્યું હતું. અમે દર વર્ષે લાખો આવાસ ગરીબ અને વંચિતોને આપી રહ્યા છે. આમ આદમી પાર્ટી પર પણ તેમણે તીખા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, લોકોને નાની સહાય આપી મોટી જાહેરાત કરનારા અમે નથી. અમે જે કહીએ છે તે કરીને બતાવ્યે છે.

nમુખ્યપ્રધાન રુપાણીએ પાલ-ઉમરા બ્રિજનું કર્યુ ઉદ્ઘાટન
મુખ્યપ્રધાન રુપાણીએ પાલ-ઉમરા બ્રિજનું કર્યુ ઉદ્ઘાટન

પાલ-ઉમરા બ્રિજનું કર્યુ ઉદ્ઘાટન

વિજય રૂપાણી સુરતના વખાણ કરતા કહ્યુ હતું કે, સુરત શહેર ટેક્સટાઈલ, ડાયમંડ, સ્માર્ટ સિટી, સ્વચ્છ સિટીમાં નંબર વન છે. તેઓએ 7 વર્ષમાં 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા 115માં અને તાપી નદી પરના 14મા પાલ-ઉમરા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, અમે કોરોના કાળમાં પણ આપત્તિને અવસરમાં બદલ્યું છે મેડિકલ ક્ષેત્રમાં સુધારો કરી લોકોને નવી યોજના હેઠળ લાભ આપ્યો છે. કોરોના કાળમાં સરકારે 5000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ સાથે સાથે કહ્યુ કે, અષાઢી બીજના એક દિવસ પહેલા હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીશ કે ભગવાન ગુજરાત પરથી કોરોનાની આફત દૂર કરે.

ડાયમંડ બુર્સ પ્રોજેક્ટને લઈને ઉદ્યોગપતિઓ સાથે કરી ચર્ચા

મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 307.40 કરોડના ખર્ચે સાકારિત 43 આવાસોનું લોકાર્પણ પણ કર્યું હતું. સીએમ રૂપાણી ખજોદ ખાતે નિર્માણાધીન ડાયમંડ બુર્સની પણ મુલાકાત લીધી. ઉદ્યોગપતિઓ પાસેથી સમગ્ર પ્રોજેક્ટની માહિતી મેળવી હતી. ડિસેમ્બરમાં ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ તૈયાર થઈ જશે ત્યારે આ પ્રોજેકટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.

સુરત હીરા ઉદ્યોગના વ્યાપારીઓ સાથે મુલાકાત કરી

4, 311 આવાસોનું લોકાર્પણ

મુખ્યપ્રધાન મનપા અને સુડાના રૂ.1270 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ પણ કર્યું હતું. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં 307.40 કરોડ રુપિયાના ખર્ચે સાકારિત 4311 આવાસોનું લોકાર્પણ ઉપરાંત મનપા દ્વારા નિર્મિત રૂ.129.76 કરોડના 1 હજાર 865 આવાસો અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા રૂા.67.61 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 1 હજાર 689 આવાસોનો ડ્રો પણ કર્યો હતો. તેમજ રૂ.90 કરોડના ખર્ચે તાપી નદી પર ઉમરા-પાલને જોડતા નવનિર્મિત બ્રિજને ખુલ્લો મુક્યો હતો.

આ પણ વાંચોઃ CM Relief Fundમાંથી 3 માસમાં 1162 લાખની સહાય ચૂકવાઈ

હયાત ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ

અમૃત યોજના અંતર્ગત કતારગામ ઝોન વિસ્તારમાં રૂ.229.80 કરોડના ખર્ચે હયાત સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ 155 એમ.એલ.ડી. ક્ષમતાથી 255 એમ.એલ.ડી. ક્ષમતા સુધી સહિતના તથા રાંદેર ઝોન વિસ્તારમાં રૂ.189.35 કરોડના ખર્ચે હયાત ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (100 એમ.એલ.ડી. ક્ષમતાથી 200 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) અને જહાંગીરાબાદ સુએઝ પંપીંગ સ્ટેશનના ઇલેકટ્રીકલ-મિકેનીકલ વિસ્તૃતિકરણ સહિતના પ્રકલ્પનું લોકાર્પણ કર્યુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.