ETV Bharat / city

સુરત: સસ્તા અનાજની દુકાનના વેપારીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, અન્ય વેપારીઓમાં ભયનો માહોલ - latest news of suart

સુરતના લીંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા પરવાનેદાર અને કોમ્પ્યુટર ઓપરેટરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય પરવાનેદારોમાં પણ ભયનો માહોલ છવાયો છે. સુરક્ષા અને સલામતીને લઈ આજરોજ ગુજરાતભરની મોટાભાગની સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ હડતાળ પાડી સેફટી કીટની માગ કરી હતી.

Cheap grain shop
Cheap grain shop
author img

By

Published : Apr 20, 2020, 5:34 PM IST

સુરતઃ સુરતના લીંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા પરવાનેદાર અને કોમ્પ્યુટર ઓપરેટરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય પરવાનેદારોમાં પણ ભયનો માહોલ છવાયો છે. સુરક્ષા અને સલામતીને લઈ આજરોજ ગુજરાતભરની મોટાભાગની સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ હડતાળ પાડી સેફટી કીટની માગ કરી હતી.

સસ્તા અનાજની દુકાનના પરવાનેદારનો રિપોર્ટ પોઝિટિવ આવતા, સંચાલકોએ હડતાળ પાડી સેફટી કીટની કરાઈ માંગ

સાથે જ ગોડાઉન પરથી આપવામાં આવતો અનાજનો જથ્થો એકસાથે આપવાની માગણી કરવામાં આવી છે. દુકાન પર અનાજ લેવા માટે હજારો રેશનકાર્ડ ધારકોનો ધસારો રહેતો હોય છે, ત્યારે કોણ વ્યક્તી ક્યાંથી આવ્યો હોય છે તેની જાણ સંચાલકને રહેતી નથી.

આ સમયે સંચાલકના આરોગ્ય સામે પણ પ્રશ્ન ઉભા થાય છે. જે રીતે લીંબાયતના પરવાનેદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેને જોતા અન્ય સસ્તા અનાજની દુકાનના પરવાનેદારોમાં પણ ભયનો માહોલ છવાયો છે. પરવાનેદારો દ્વારા રાજ્ય સરકાર પાસે સેફટી કીટ અને અનાજનો પૂરતા જથ્થાની એકસાથે ફાળવણી કરવા માગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.