સુરત : શહેરમાં દરેક તહેવારની ભવ્ય ઉજવણી થાય છે(Celebration of Chandni Padva 2022 in Surat). આ ઉપરાંત આગામી સમયમાં ચંદી પડવાનો તહેવાર આવી રહ્યો છે. ચંદી પડવાના તહેવાર નિમિતે સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી અને ભૂસું આરોગી જતા હોય છે. આ તહેવાર દરમિયાન લોકોને આરોગ્યપ્રદ ઘારી અને ભૂસુ મળે તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં મીઠાઈ અને ઘારીનું વેચાણ કરતી સંસ્થાઓમાં દરોડા પાડ્યા હતા. જુદી જુદી ટીમ બનાવીને ઘારીના સેમ્પલ લેવામાં આવ્યા છે(health department tested a sample of ghari sweet).
સેમ્પલની ચકાસણી કરવામાં આવી આરોગ્ય વિભાગે ઘારીના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. સેમ્પલની ચકાસણી પણ કરવામાં આવી છે જેમાંથી ત્રણ જેટલા સેમ્પલ ફેઇલ થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આ સંસ્થાઓ પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, 'સુરતમાં ચંદની પાડવાનેં લઈને આરોગ્ય વિભાગ દ્વારા માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં 31 જેટલી દુકાનોમાંથી કુલ 50 જેટલાં ઘારીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 3 સંસ્થાઓનું સેમ્પલ ફેઇલ જતા તે સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તમામને નોટિસ ફટકારવામાં આવી છે એટલું જ નહીં 180 કિલો માવાનો નાશ પણ કરવામાં આવ્યો છે.