સુરત: ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જે રીતે આંકડાઓ સતત વધી રહ્યા છે. તે ખૂબ ચિંતાનો વિષય છે. જેથી કેન્દ્ર સરકારની એક ટીમે ફરીવાર સુરતમાં ધામા નાખ્યા છે. આ ટીમ દ્વારા માન દરવાજા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી.
આ ટીમ સમક્ષ સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. શનિવારે વહેલી સવારે આ ટીમ પનાસ હેલ્થ સેન્ટર ખાતે પહોંચી હતી. હેલ્થ સેન્ટરમાં કયા પ્રકારની સગવડો છે અને દર્દીઓને કઈ રીતે સારવાર આપવામાં આવી રહી છે, તે તમામ પ્રકારની માહિતી ટીમ દ્વારા મેળવવામાં આવી હતી.
આ સાથે જ પનાસ તથા આસપાસના વિસ્તારોમાં કેટલા પોઝિટિવ દર્દીઓ છે અને તેના પર કઈ રીતે નજર રાખવામાં આવી રહી છે, તે અંગે પણ આ ટીમ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. આ ટીમ હવે મેળવેલી માહિતીના આધારે એક રિપોર્ટ તૈયાર કરશે અને ત્યારબાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને સબમિટ કરશે.