સુરત શહેરના સેન્ટ્રલ બેન્કના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા (Central Bank of India employees Strike in Surat) છે. કારણ કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓને કરાર નામા કર્યા વગર ટ્રાન્સફર કરી દેતા (Employees Strike in Surat for transfer policy ) આજરોજ બેંકના કર્મચારીઓ દ્વારા બે દિવસથી હડતાળ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા કર્મચારીઓને ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર પોલિસી (Policy on Illegal Transfer of Employees) આપતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં બેન્કના કુલ 4325 ક્લિયરિંગ સ્ટાફની બદલીઓ કરી છે.
4,000થી વધુ એમ્પ્લોયીનું ટ્રાન્સફર અમે લોકોએ તારીખ 19 અને 20ના રોજ આખા દેશમાં સેન્ટ્રલ બેન્કમાં હડતાલનું આયોજન કર્યું છે. કારણ કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજમેન્ટ (Central Bank of India Management) દ્વારા એપ્રિલ મહિનામાં 4,000થી વધુ એમ્પ્લોયીનું ટ્રાન્સફર જે પણ અમારા કરાર વિરુદ્ધ કરવામાં આવ્યા છે. જેને લઈને આજે અમે બે દિવસ સુધી સમગ્ર ભારત દેશમાં હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. ગતરોજ આ હડતાલ સુરત સહિત આખા દેશમાં સફળ થઈ હતી.
આ હડતાળ દેશની બધી જ નેશનલ બેંકો માટે છે વધુમાં જણાવ્યું કે, આ હડતાળને લઈને આગળના દિવસોમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજમેન્ટ દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવ્યો તો, આ હડતાળ દેશના બધી જ નેશનલ બેન્કો છે તેમાં લઈને જઈશું. કારણકે અમારા જે લીડર્સ છે તે દેશના બધી જ બેંકોમાં લીડ કરે છે.