ETV Bharat / city

Exclusive: કોરોનાથી મોતનો તાંડવઃ કબ્રસ્તાનના મજૂરો થાકી ગયા, હવે એડવાન્સમાં કબર ખોદી રાખવા મજબુર - SURAT NEWS

સુરત ખાતે આવેલા કબ્રસ્તાનમાં હંમેશા કબરો ખોદવાનું કામ મજૂરો દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ હાલ કબ્રસ્તાનના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ આઘાતજનક છે. સુરતમાં કોરોના જે રીતે વધી રહ્યો છે તેના કારણે પણ મૃત્યુ આંક વધારે છે. ત્યારે કબ્રસ્તાનમાં મૃતકોને દફનાવવા માટે 25 કબરો એડવાન્સમાં જ JCB મશીનથી ખોદવામાં આવી હતી.

કોરોનાથી મોતનો તાંડવ
કોરોનાથી મોતનો તાંડવ
author img

By

Published : Apr 12, 2021, 1:16 PM IST

  • મૃતકોને દફનાવવા માટે 25 કબરો એડવાન્સમાં જ JCB મશીનથી ખોદવામાં આવી
  • મજૂરો કબરો ખોદીને હવે કંટાળી ગયા, JCB મશીનનો સહારો લેવો પડ્યો
  • મૃતદેહની અંતિમ ક્રિયા માટે મૃતદેહોની સંખ્યા વધી

સુરત: કોરોના વિસ્ફોટ વચ્ચે સ્મશાન ગૃહ અને કબ્રસ્તાનમાં રૂવાંટા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એક બાજુ સ્મશાન ભૂમિ પર અંતિમક્રિયા માટે કલાકો લાઈન લાગે છે ત્યારે બીજી બાજુ કબ્રસ્તાનમાં મૃતકોને દફનાવવા માટે 25 કબરો એડવાન્સમાં જ JCB મશીનથી ખોદવામાં આવી હતી. કબ્રસ્તાનમાં કબરો ખોદનારા મજૂરો કબરો ખોદીને હવે કંટાળી ગયા છે. જેના કારણે હવે JCB મશીનનો સહારો લેવો પડ્યો છે.

એડવાન્સમાં જ કબર ખોદવામાં આવી

સુરત ખાતે આવેલા કબ્રસ્તાનમાં હંમેશા કબરો ખોદવાનું કામ મજૂરો દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ હાલ કબ્રસ્તાનના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ આઘાતજનક છે. સુરતમાં કોરોના જે રીતે વધી રહ્યો છે તેના કારણે પણ મૃત્યુ આંક વધારે છે. લોકો કબ્રસ્તાનમાં મૃતદેહને દફનાવવા કલાકો સુધી ઊભા ન થાય તે માટે અહીં એડવાન્સમાં જ કબર ખોદવામાં આવી છે. સુરતના તમામ સમશાન ગૃહ હોય અથવા તો કબ્રસ્તાન હોય ત્યાં વર્તમાનમાં મૃતદેહની અંતિમ ક્રિયા માટે મૃતદેહોની સંખ્યા વધી છે. સામાન્ય દિવસો કરતા કોરોના કાળમાં મૃતદેહોની સંખ્યા 5 ગણી વધારે છે.

કોરોનાથી મોતનો તાંડવઃ કબ્રસ્તાનના મજૂરો થાકી ગયા, હવે એડવાન્સમાં કબર ખોદી રાખવા મજબુર

JCB મશીનથી કબરો ખોદવાની કામગીરી શરૂ

સુરતના કબ્રસ્તાનમાં કબર ખોદનારા મજૂરો પણ હદે થાકી ગયા છે કે, તેઓ હાલ કબર ખોદવા માટે તૈયાર નથી. કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ આ સમસ્યાથી કેવી રીતે મુક્તિ મેળવવી તેનો ઉપાય શોધવાનું શરૂ કર્યું હતું. આખરે કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ JCB મશીનથી કબરો ખોદવાની કામગીરી શરૂ કરાવી છે. ટ્રસ્ટી ઈબ્રાહીમ યુસુફ અશરફે જણાવ્યું હતું કે મજૂરો થાકી ગયા છે JCB મશીનથી કબરો ખોદવામાં આવે તો તેમને રાહત મળશે. આ હેતુથી JCB મશીન થકી કબરો ખોદાવી રહ્યા છે. જેના કારણે મૃતકના પરિવારને વધારે રાહ જોવી પડતી નથી.

આ પણ વાંચો: લ્યો, આ અમદાવાદના લોકોને કોણ સમજાવશે કે કોરોનાથી મોત પણ થાય છે..!

મજૂરો દ્વારા એક કબર ખોદવામાં ત્રણ કલાકથી વધુ સમય લાગે છે

સુરત શહેરમાં ત્રણ મુખ્ય કબ્રસ્તાન છે. સામાન્ય દિવસોમાં 2થી 3 મૃતદેહો આવતા હતા. હાલ તેની સંખ્યા કોરોના કાળમાં વધીને 8થી 10 થઇ ગઇ છે. સુરતના મોરાભાગલ કબ્રસ્તાનમાં 25 કબરો એડવાન્સમાં ખોદવામાં આવે છે. જે પૂર્ણ થયા બાદ ફરીથી 25 જેટલી કબરો ખોદવામાં આવતી હોય છે. કારણકે, એક સાથે જો મૃતદેહ આવશે તો કબરની ખુદાઈ માટે ત્રણ દિવસ જેટલો સમય પસાર થઇ જશે. સામાન્ય મૃતદેહોને 6 ફીટ અંદર કબરની દફન કરવામાં આવતા હોય છે, પરંતુ કોરોના સંક્રમિત મૃત દેહ દસ ફૂટ અંદર કબરમાં દફનાવવામાં આવે છે. એક કબર ખોદવામાં 3 કલાકથી વધુ સમય લાગે છે. જેથી આ માટે વધારે મજૂરો પણ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બ્રાઝિલ: મનૌસમાં COVID-19નો ભોગ બનેલા લોકોને દફનાવવામાં આવ્યા

JCB લગાવીને મોટી કબરો ખોદી રહ્યા છે

કોરોના પોઝિટિવ મુસ્લિમ વ્યક્તિના મૃતદેહ માટે 24 કલાક કબ્રસ્તાનમાં કાર્યરત ખાન ગ્રુપના મોહમ્મદ આસિફે જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવને અમે શરીયત મુજબ દફનાવી છીએ. અમે તમામ સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાંથી મૃતદેહોને કબ્રસ્તાન લાવવા માટેના કાર્યો કરીએ છીએ. સરકાર અને WHOની ગાઈડલાઈન મુજબ અમે મહેનત કરીએ છીએ. JCB લગાવીને મોટી કબરો ખોદી રહ્યા છે. તેમજ નમાજ અદા કરીને દફનવિધિ કરીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.