- તસ્કરોએ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ચોરીને આપ્યો અંજામ
- સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં ઝડપાઇ
સુરત: વેડરોડ પર લક્ષ્મી મોબાઈલ શોપ નામની મોબાઈલની દુકાન આવેલી છે. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અજાણ્યા તસ્કરોએ દુકાનને નિશાન બનાવી હતી. જેમાં તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી લાખોની મત્તા ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં કેટલાક તસ્કરો દુકાનનું શટર તોડતા નજરે ચડે છે. બીજા દિવસે બનાવની જાણ થતા દુકાન માલિકે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તસ્કરોએ દુકાનમાં કાચમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનામાં પોલીસે CCTV ફૂટેજ તેમજ દુકાન માલિકની ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે. રાત્રી કફર્યુમાં ચોરીની ઘટના બનતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.