ETV Bharat / city

Surat Dumas Beach : ડુમસ બીચ-દરિયામાં પ્રવાસીઓને લઈને પોલીસે મુક્યો આ વસ્તુ પર પ્રતિબંધ - ડુમસ પોલીસ

સુરત ડુમસ બીચને લઈને પ્રવાસી લોકો (Surat Dumas Beach) માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત ડુ્મસ પોલીસે બીચ ઉપર કાર (Car Ban on Surat Dumas Beach) લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ડુમસ પોલીસનું આ એક્શન પાછળનું કારણ જૂઓ...

Surat Dumas Beach : ડુમસ બીચ-દરિયામાં પ્રવાસીઓને લઈને પોલીસે મુક્યો આ વસ્તુ પર પ્રતિબંધ

author img

By

Published : May 30, 2022, 2:50 PM IST

સુરત : સુરત શહેરના છેવાડે આવેલા ડુમસ બીચ વિસ્તારને લઈને (Surat Dumas Beach) મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. સુરતના ડુમસ બીચ પર પ્રવાસીઓ અવારનવાર કાર લઈને બેફામ અંધારામાં મોજુ માણતા હોય છે. તો ક્યારેક મોજુના જોશમાં કેટલીક દુ:ખદ ઘટના (Car Stuck in Dumas Beach) પણ બનતી હોય છે. તેને લઈને ડુમસ પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડુમસ પોલીસ દ્વારા બીચ પર કાર લઈ જવા પર પ્રતિબંધ મુક્યો છે.

સુરત ડુમસ બીચને લઈનો પોલીસનો નિર્ણય

આ પણ વાંચો : Bird Hunting In Surat: સુરતના ભીમપોરમાં રોજના 100 જેટલા પક્ષીઓનો કરવામાં આવી રહ્યો છે શિકાર

અત્યાર સુધી કેટલા કાર ફસાઈ - સુરત શહેરના નાકે આવેલા ડુમસ બીચ પર (Dumas Beach Tourists) દરિયામાં અવર નવર કાર ડૂબવા અને ફસાઈ જવાનો બનાવો સામે આવતા હોય છે. જેને લઇને ડુમસ પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે બીચ પર કાર લઈ જવા પર પ્રતિબંધ મુક્યો છે. જો હવેથી કોઈ બીચ પર કાર લઈ જશે તો તેના ઉપર પોલીસ દંડાત્મક કાર્યવાહી કરશે. ડુમસ બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા આવે છે. અચાનક પાણી આવી જતા કાર ફસાવવાના કિસ્સાઓ આવી ચુક્યા છે. અત્યાર સુધી અંદાજે 10 કાર ભરતીના પાણીમાં ફસાઈ ચુકી છે. કેટલીકવાર (Car Got Stuck in Sea) તો ખુદ પોલીસની PCR વાન પણ આ દરિયાના પાણીમાં ફસાઈ ચૂકી છે.

આ પણ વાંચો : ડુમસ બીચ પર ગરબાની તૈયારી કે પછી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

લોકો માટે ફરવા લાયક સ્થળ - આ બાબતે ડુમસ PI અંકિત કુમારે જણાવ્યું કે, ડુમસ બીચ સુરતના લોકો માટે નજીકનું ફરવા લાયક સ્થળ છે. અહીં વાર તહેવારે અને રવિવારના રોજ ખૂબ જ મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા આવે છે. જેમાં ઘણા લોકો કાર લઈને આવતા હોય છે અને કાર તરફ બીચ પર મૂકી આનંદ માણતા હોય છે પણ તેમને ખબર નથી હોતી કે તેઓની કાર પાણીમાં (Car Ban on Surat Dumas Beach) ફસાઇ ગઇ છે. જેથી લોકોની સુરક્ષાને લઈને પણ અમે આજથી ડુમસ બીચ ઉપર કારને લઈને પ્રતિબંધ મુક્યો છે. આ લોકોની સુરક્ષા માટે જ છે. જેથી લોકો પરિવાર સાથે મજા માણી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.