ETV Bharat / city

Car Accident in Surat : સુરતના ડિંડોલી વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં કારચાલકનું મોત નીપજ્યું - ગુજરાતમાં અકસ્માતમાં મોત

સુરતના ડિંડોલી વિસ્તારમાં (Car Accident in Surat) સંતોષ પાર્ક પાસે ગઈકાલે રાત્રે 10:15 વાગ્યાની આસપાસ ભરપૂર ઝડપે આવતાં કારચાલકે સ્ટેયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા ડીવાઇડર સાથે ધડાકાભેર સાથે કાર અથડાઇ હતી. જેની સાથે જ કારચાલક ગાડીની અંદર ફસાઈ ગયો હતો. જોકે કારચાલકને બહાર કાઢતાં પહેલા જ તેનું મોત (Death in Car Accident in Dindoli ) થઈ ગયું હતું.

Car Accident in Surat : સુરતના ડિંડોલી વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં કારચાલકનું મોત નીપજ્યું

author img

By

Published : Dec 2, 2021, 7:25 PM IST

  • સુરતના ડીંડોલીમાં કાર અકસ્માત
  • અકસ્માતમાં કારચાલકનું મોત, ઘટના સીસીટીવીમાં ઝીલાઈ
  • પૂરઝડપે કાર ડીવાઈડર સાથે અથડાતાં સ્થળ પર જ મોત

સુરતઃ સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સંતોષ પાર્ક પાસે રાત્રે એક કારચાલકે ગાડી ઉપરથી કાબૂ ગુમાવતાં ધડાકા સાથે શોપિંગ કોમ્પ્લેક્ષના દિવાળી સાથે ભટકાતા કારચાલકનું અકસ્માત મોત થઇ ગયું (Death in Car Accident in Dindoli ) હતું. આ સમગ્ર ઘટના શોપિંગ કોમ્પલેક્સમાં લગાવેલા સીસીટીવી ફુટેજમાં (Accident CCTV footage) ઝીલાઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કારચાલક ભરપૂર ઝડપે આવી રહ્યો છે અને સ્ટેયરીંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હોય એમ ધડાકાભેર સાથે ડિવાઈડર સાથે ભટકાય છે. તે જોતાં શોપિંગ કોમ્પ્લેકસના લોકો દોડી આવે છે અને કારના એન્જિનના બોનેટમાંથી ધુમાડો પણ નીકળતો જોઈ શકાય છે.

અકસ્માત સમયના સીસીટીવી ફૂટેજ

મૃતક બે મહિના પહેલા જ ભરૂચથી સુરત વેપાર માટે આવ્યો હતો

આ સમગ્ર બાબતે મૃતક યુવરાજસિંહ દેવેન્દ્રસિંહ રાણાના (Death in Car Accident in Dindoli ) મોટો ભાઈ ભાવેશ રાણાએ કહ્યુ કે તેનો નાનો ભાઈ યુવરાજસિંહ બે મહિના પહેલાં જ ભરૂચથી સુરત વ્યાપાર માટે આવ્યો હતો. ત્યારબાદ તેણે ડિંડોલીમાં જ રેડીમેડ ગારમેન્ટની દુકાન ખોલી હતી. તેની પત્ની અને બે દીકરીઓ સાથે સુરતમાં રહેતો હતો. જોકે કારનો કઈ રીતે અકસ્માત (Car Accident in Surat) થયો તે બાબતની જાણ નથી. અમને આવા સમાચાર મળતાં અમે તરત સુરત દોડી આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ રાજકોટમાં BMW કાર ચાલક કેફી પ્રદાર્થ પીને બાઇકને લીધો હડફેડે, બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચોઃ લખતર હાઈવે પર કાર અકસ્માત, 4 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.