ETV Bharat / city

જાણો પિરિયડ્સ દરમિયાન મહિલાઓએ કોરોના વેક્સિન લેવી જોઈએ કે નહીં? - Corona Vaccine

દેશમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. ત્યારે વેક્સિનને લઈ સોશિયલ મિડિયામાં અનેક ભ્રામક વાતો વહેતી થઈ છે. જેમાં માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ વેક્સિન ન લેવાની વાતો કરવામાં આવી રહી છે. જોકે, આ વાત તદ્દન ખોટી હોવાનું સુરતની નવી સિવિલ હોસ્પિટલના સિનિયર ડૉક્ટર અને એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટને જણાવ્યું હતું.

જાણો પિરિયડ્સ દરમિયાન મહિલાઓએ કોરોના વેક્સિન લેવી જોઈએ કે નહીં?

author img

By

Published : Apr 29, 2021, 7:13 PM IST

  • 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને આપવામાં આવશે વેક્સિન
  • વેક્સિનેશનને લઇ સોશિયલ મીડિયા પર અનેક ભ્રામક વાતો
  • માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ વેક્સિન ન લેવાની સોશિયલ મિડિયામાં ભ્રામક વાતો વહેતી થઈ

સુરતઃ દેશભરમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને 1 મેથી વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વચ્ચે કોવિડ વેક્સિનેશનને લઇ સોશિયલ મીડિયા પર અનેક ભ્રામક વાતો વહેતી થઈ છે. જેમાં સૌથી વધુ મહિલાઓના માસિક ધર્મને લઈને કરવામાં આવી રહી છે. માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ વેક્સિન ન લેવાની વાતો કરવામાં આવી રહી છે. જોકે, સુરતની નવી સિવિલ હોસ્પિટલના સિનિયર ડૉક્ટર અને એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ધાવિત્રી પરમારે આ વાતને તદ્દન ખોટી ગણાવી છે.

આ પણ વાંચોઃ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરનાર 18થી 44 વયના લોકોને સ્લોટ બુકિંગનો વિકલ્પ મળ્યો

સોશિયલ મીડિયા પર અનેક મેસેજ વાયરલ

પિરિયડ્સ દરમિયાન મહિલાઓએ કોવિડ વેક્સિન લેવી જોઈએ કે નહીં આ વાતની ચર્ચા જોર પકડી છે. સોશિયલ મીડિયા પર અનેક મેસેજ વાયરલ થયા છે. જેમાંથી એક મેસેજ એવો છે કે, જેમાં માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ કોવિડ વેક્સિન ન લેવાની વાત કહેવામાં આવી છે. સાથે જણાવવામાં આવ્યું છે કે, માસિક ધર્મ દરમિયાન મહિલાઓ વેક્સિન લે તો તેની આડ અસર થઈ શકે છે. આ વાતમાં કેટલી ખરાઈ છે આ અંગે ETV Bharat એ સુરતની નવી સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે વાતચીત કરી હતી.

જાણો પિરિયડ્સ દરમિયાન મહિલાઓએ કોરોના વેક્સિન લેવી જોઈએ કે નહીં?

આ પણ વાંચોઃ રાજકોટમાં અનોખો પ્રયાસઃ કોરોના વેક્સિન લગાવશો, તો મળશે સોનાની ચૂક અને હેન્ડ બ્લેન્ડર

પીરિયડ્સમાં પણ વેક્સિન લઈ શકાય

વેક્સિનેશનને લઈ ચાલી રહેલા ભ્રામક પ્રચારોને ડૉ.ધાવિત્રી પરમારે તદ્દન ખોટી ગણાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે મહિલાઓને માસિક ધર્મ દરમિયાન કોઈપણ કાર્ય કરવાની ના પાડવામાં આવતી હતી તેની પાછળનું કારણ એ હતું કે, પહેલા મહિલાઓમાં ઇમ્યુનિટી પાવર ખુબ જ ઓછો હતો. જેથી મહિલાઓને આરામ કરવા માટે આ પ્રથા ચાલતી હતી. પરંતુ હાલ મહિલાઓમાં ઇમ્યુનિટી પાવર સારો છે અને મહીલાઓ એક સાથે ઘર અને ઓફિસ બંનેનું કામ કરતી હોય છે, જેથી તેને આ માસિક ધર્મ દરમિયાન આરામની જરૂર પડતી નથી. બીજી બાજુ જ્યારે વેક્સિનેશનને લઈ આવી ભ્રામક વાતો કરવામાં આવે છે, આ વાત તદ્દન ખોટી છે. મહિલાઓ પિરિયડ સમય પણ આ વેક્સિન લઈ શકે છે. તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. એટલું જ નહીં પિરિયડ રેગ્યુલરના હોય અને મહિલાને મોનોપોઝ થયો હોય તો પણ આ વેક્સિન લઈ શકાય છે. કોઈપણ ઉંમરની મહિલા આ વેકસીન લઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.