- ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સુરતની કોવિડ હોસ્પિટલની મુલાકાતે
- સી. આર. પાટીલે હેલ્પ સેન્ટરની પણ મુલાકાત કરી હતી
- દર્દીઓના સંબંધીઓ માટે જમણવારની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેની પણ મુલાકાત કરી
સુરત : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આજે બુધાવારે સુરત ખાતે આવેલી નવી સિવિલના કોવિડ હોસ્પિટલની બહારથી મુલાકાત લઇને અંદર ચાલતા કામો વિશે ત્યાંના કર્મચારીઓ સાથે મૌખિક ચર્ચાઓ કરી હતી. જોકે ત્યાં ચાલી રહેલા સમગ્ર કામોની વિગત જાણવાની કોશિશ કરી હતી. ત્યારબાદ ભાજપ દ્વારા કોવિડ હોસ્પિટલની બહાર ચાલુ કરવામાં આવેલા હેલ્પ સેન્ટરની મુલાકાત કરી હતી અને ભાજપ સરકાર દ્વારા જ કોવિડમાં દાખલ દર્દીઓના સંબંધીઓ માટે જમણવારની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેની પણ મુલાકાત કરવામાં આવી હતી.
દર્દીના સંબંધીઓ જોડે પણ મુલાકાત કરી
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે બુધાવારે સુરત નવી સિવિલના કોવિડ હોસ્પિટલની બહારથી મુલાકાત કરી હતી અને ત્યારબાદ હોસ્પિટલની બહાર ઊભેલા દર્દીઓના સંબંધીઓ જોડે પણ મુલાકાત કરીને દર્દીઓના હાલચાલ પૂછવામાં આવ્યા હતા. જે બાદ અંદરની કામગીરી પણ તેમને જાણવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે જ દર્દીઓના સંબંધીઓને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે, તમારા પરિવારના જે પણ સભ્યો કોરોના છે તેને હરાવીને જલદી બહાર આવશે તેવા આશ્વાસન આપ્યું હતું.
આ પણ વાંચો : સુરતમાં 150 રેમડેસીવીર ઈન્જેકશનો બારોબાર વેચી દેવાયા
સી. આર. પાટીલે જણાવ્યું કે
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ દ્વારા કહેવામાં આવ્યું કે, જે પેશન્ટો કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. તેમને સમય ઉપર જમવાનું મળતું નથી. સમય પર તેમની જોડે વાત થતી નથી. એવી જ ફરિયાદો હતી. આ ફરિયાદોને દુર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કાર્યકર્તાઓ ધારાસભ્ય આ બધા મળીને હેલ્થ સેન્ટર શરૂ કર્યું છે. હું તેમને અભિનંદન આપું છું. જે કોઈ દર્દીના સંબંધીઓને દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જે કોઈ સામાન્ય ચીજ વસ્તુઓ આપવાના હોય નામ વોર્ડ વગેરે મેળવી રહી છે. ત્યારબાદ તેમને પહોંચાડવામાં આવે છે અને જ્યારે પહોંચી જાય છે, ત્યારે તેનો વિડીયો કાંતો ફોટો તેના સગા સંબંધીઓને મોકલી દેવામાં આવે છે. સાથે જો પેશન્ટ વાત કરવાની ઇચ્છા ધરાવતો હોય તો તેની વાત કરવામાં આવે છે અને જો પેશન્ટ અન્કોન્સેન્સ હોય તેને કેટલો ઓક્સિજન આપવામાં આવે છે, કેટલી માત્રામાં આપવામાં આવે છે. તે વીડિયો ઉતારીને તેમના સંબંધીઓને મોકલવામાં આવે છે અને ઈન્જેકશન અને ઓક્સિજન લઈને એમ કહ્યું કે, સરકારે રાજ્યમાં પહેલી વાર જ્યાં પણ જરૂર પડી ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલોને પણ આવા વેન્ટિલેટરો પ્રો-વાઈટ કર્યા છે અને સરકાર એમ જ બતાવે છે કે, સરકાર ખુબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. જે જરૂરિયાતો છે મને લાગે છે આ જરૂરિયાતો ઝડપથી પૂરી કરવામાં આવશે અને કોરોનાને કાબુમાં લેવામાં આવશે.
દર્દીના સંબંધીઓને લાઇનમાં ઊભા રહેવું પડશે નહીં અને ઈન્જેકશન માટે દોડવું પણ નહિ પડશે
ઈન્જેકશન લઈને એમ કહ્યું કે ઈન્જેકશનની કમી નથી પરંતુ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની હાજરીમાં નક્કી થઈ હતી કે, આ ઇન્જેક્શન કલેક્ટરને સ્ટોક આપવામાં આવશે અને કલેક્ટર પોતે જ સરકારી હોસ્પિટલ આપે, ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે ખાનગી હોસ્પિટલ અને પણ આપે અને તેનો હિસાબ રાખે. પરંતુ જો ખાનગી હોસ્પિટલને ઈન્જેકશન ન આપવામાં આવે અને સિવિલમાંથી ઇન્જેક્શન આપવામાં આવે. તો સ્વભાવિક છે કે ખાનગી હોસ્પિટલ દ્વારા સગાઓને કાગળિયા લખીને આપે લેવા માટે ઊભા રહેવું પડે છે. પરંતુ આવું ન બને તે માટે ખાનગી હોસ્પિટલોને પણ ઈન્જેકશન આપવામાં આવી રહ્યા છે. પરંતુ ખાનગી હોસ્પિટલ દ્વારા પણ કોવિડના દર્દીના સંબંધીઓને સિવિલમાં આજે પણ લાઈન લગાવીને બેઠા છે. પરંતુ કલેક્ટર દ્વારા જો ખાનગી હોસ્પિટલોને પણ જરૂરત મુજબ ઇન્જેક્શન આપવામાં આવે અને તેનો હિસાબ રાખેતો તો મને લાગે છે કે દર્દીના સંબંધીઓને લાઇનમાં ઊભા રહેવું પડશે નહીં અને ઈન્જેકશન માટે દોડવું પણ નહિ પડશે.