ETV Bharat / city

સી.આર.પાટીલની પત્રકાર પરિષદ, ભાજપના નેતાઓ કૃષિ કાયદા અંગે સંમેલન યોજી આપશે માહિતી

author img

By

Published : Dec 16, 2020, 1:27 PM IST

કૃષિ કાયદાને લઈ સુરતમાં ભાજપ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. બિલ અંગે ખેડૂતોને જાણકારી આપવા રાજ્યમાં ભાજપના નેતાઓ 10 જેટલા સંમેલન યોજશે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું સંમેલન બારડોલી ખાતે યોજાશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખેડૂતોને કૃષિ બિલ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપશે.

c.r patil
c.r patil

સુરત: ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખી ખેડૂતોને ખેડૂત બિલ અંગે જાગૃત કરવા ભાજપ દ્વારા વ્યુહરચના તૈયાર કરવામાં આવી છે. બિલ અંગે ખેડૂતોને જાણકારી આપવા રાજ્યમાં ભાજપના નેતાઓ 10 જેટલા સંમેલન યોજશે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું સંમેલન બારડોલી ખાતે યોજાશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખેડૂતોને કૃષિ બિલ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપશે.

સુરત, તાપી, ભરૂચ, નર્મદા જિલ્લાના ખેડૂતો રહેશે હાજર

ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વરા કૃષિ કાયદા અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે પહેલા વચેટીયાઓને ખેડૂત કરતા વધુ લાભ મળતો હોવાનું જણાવ્યું હતું. બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે યોજાનારા આ ખેડૂત સંમેલનમાં સુરત, તાપી, ભરૂચ, નર્મદા જિલ્લાના ખેડૂતો હાજર રહેશે. સંમેલન અંગે જાણકારી આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનના નામે કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓ અંધાધૂંધી અને મિથ્યા ફેલાવી રહી છે. આ બિલ લોકસભામાં બહુમતી સાથે પસાર થયું છે. લોકસભાના મંચ ઉપર કોઈ પ્રશ્ન પૂછી શકાય છે.

સી.આર.પાટીલની પત્રકાર પરિષદ

વિપક્ષ અરાજકતા ફેલાવે છે

તેમણે વધુમાં જણાવ્યું કે, વિપક્ષના મતે લોકોનાં મનમાં કોઈ ભાવના નહીં, માટે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે. કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ નક્કર પ્રયાસ કરવામાં આવ્યા નથી. પહેલા વચેટીયાઓ ને ખેડૂત કરતા વધુ લાભ મળતો હતો. ખેડૂતોને ભડકાવવાનો પ્રયાસ વિપક્ષ કરી રહ્યા છે. કોંગ્રેસના સમયે ખેડૂતને કોઈ આર્થિક મદદ મળતી નહોતી. પીએમ મોદીએ ખેડૂતના એકાઉન્ટ સુધી રકમ પહોંચાડી છે. આંદોલનમાં ખાલીસ્તાનનો ઝંડો ક્યાંથી આવે છે ? બે મહિનાનું અનાજ ક્યાંથી આવ્યુ. કેનેડાથી પણ વિડીયો થકી ભરમાવવાનું કારસ્તાન કરવામાં આવ્યા છે.

રાહુલ ગાંધી પોતે કહ્યું હતું કે આ બિલ લાવીશું

પાટીલે કહ્યું હતું કે આ આંદોલન બે જ રાજ્યમાં કેમ ચાલે છે ? યુપી કે ગુજરાતમાં કેમ આંદોલનમાં ખેડૂતો જોડાયા નથી. તેના પરથી સાબિત આ વિપક્ષ પ્રયોજિત છે. વિપક્ષે અસ્તિત્વ ગુમાવી દીધું છે. આપનું અસ્તિત્વ દિલ્હી પૂરતું છે. પહેલા તો રાહુલ ગાંધીએ પોતે જ કહ્યું હતું કે આ બિલ લાવીશું. મનમોહને પણ સ્વામી નાથનની કમિટી નીતિને લાવવા કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.