ETV Bharat / city

ટોકિયો ઓલમ્પિકને લઈ હીરા ઉદ્યોગપતિની જાહેરાત : જો મહિલા હોકી ટીમ મેડલ લાવશે તો ખેલાડીઓને મળશે 11 લાખનું મકાન - ભારતીય હોકી ટીમ

હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વિશ્વભરના લોકો જેમને ડાયમંડના બેતાજ બાદશાહ કહે છે, ડાયમંડની ચમક પર નજર રાખનાર સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાની નજર આ વખતે ટોક્યો ઓલમ્પિક ગેમ્સ માં છે. ઉદ્યોગપતિ સવજી ધોળકિયા મહિલા હોકી ટીમના પ્રદર્શનથી એટલી હદે પ્રભાવિત થઈ ગયા છે કે તેઓએ જાહેરાત કરી છે કે જો મહિલા હોકી ટીમના ખેલાડીઓ દેશ માટે ઓલમ્પિક મેડલ લાવશે તો તમામને 11 લાખનું મકાન અથવા તો નવી કાર ભેટમાં આપશે. આ જાહેરાત તેઓએ સોશિયલ મીડિયામાં કરી છે.

ટોકિયો ઓલમ્પિકને લઈ હીરા ઉદ્યોગપતિની જાહેરાત

author img

By

Published : Aug 3, 2021, 11:07 PM IST

Updated : Aug 4, 2021, 6:51 AM IST

  • ડાયમન્ડ કિંગ સવજી ધોળકિયા દ્વારા કરવામાં આવી જાહેરાત
  • ભારતીય મહિલા હોકી ટીમ જો મેડલ જીતશે તો આપશે ઇનામ
  • મહિલાઓ ને પ્રોત્સાહન આપવા માટે કરી છે આ જાહેરાત

સુરત : ડાયમંડ કિંગ સવજી ધોળકિયાને લોકો દિલદાર તરીકે પણ ઓળખે છે. કોરોનાકાળના બે વર્ષને બાદ કરવામાં આવે તો તેઓ દર વર્ષે પોતાના કર્મચારીઓને દિવાળી બોનસમાં ઘર, નવી કાર, અથવા તો ઘરેણાં ભેટમાં આપતા હોય છે. લોકોને ખબર પણ નહોતી કે જે ડાયમંડ કિંગ ને લોકો હીરાના પારખુ સમજે છે તેઓ રમત જગત માં પણ ખૂબ જ રસ ધરાવે છે. આજ કારણ છે કે તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી એક ખૂબ જ અગત્યની જાહેરાત કરી છે. હાલમાં મહિલા હોકી ટીમેં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે જે દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. જેને બિરદાવતા ઉદ્યોગપતિ સવજી ધોળકીયાએ મહિલા હોકી ટીમના ખેલાડીઓ માટે ખાસ જાહેરાત કરી છે.

ટોકિયો ઓલમ્પિકને લઈ હીરા ઉદ્યોગપતિની જાહેરાત : જો મહિલા હોકી ટીમ મેડલ લાવશે તો ખેલાડીઓને મળશે 11 લાખનું મકાન

ટ્વિટર એકાઉન્ટ પર કરી જાહેરાત

તેઓએ પોતાના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર જાહેરાત કરી છે કે અમે ખૂબ આનંદ સાથે જાહેરાત કરીએ છે કે દેશ માટે મહિલા હોકી ટીમ ઓલ્પમ્પિક મેડલ લાવશે તો એચ.કે ગ્રુપ મહિલા હોકી ખેલાડીઓને 11લાખ રૂપિયાનું મકાન અથવા તો નવી કાર ભેટ સ્વરૂપે આપશે. દેશની દીકરીઓએ જે જુસ્સો બતાવી ટોક્યો ઓલમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. પ્રથમવાર ઓલમ્પિક મહિલા હોકી પ્રતિયોગિતાની સેમિફાઇનલ સુધી પહોંચ્યા છે એ પણ ઑસ્ટ્રેલિયાને હરાવીને. અમે મહિલા હોકી ખેલાડીઓને જણાવવા માંગીએ છે કે દેશના 130 કરોડ ભારતીયો મહિલા ટીમની સાથે છે. અમારા તરફથી મહિલા હોકીના ખેલાડીઓ માટે આ એક નાનકડો પ્રયાસ છે. જેના દ્વારા અમે ખેલાડીઓના આત્મવિશ્વાસને વધારી શકીએ જેથી તેઓ રાષ્ટ્રનું ગૌરવ વધારે.

  • मुझे यह घोषणा करते हुए बहुत खुशी हो रही है कि यदि वे फ़ाइनल मुक़ाबला जीतती हैं तो हरि कृष्णा ग्रुप उन महिला हॉकी खिलाड़ियों को 11 लाख रुपए का घर या एक नई कार प्रदान करेगा, जिन्हें वित्तीय सहायता की सख्त जरूरत है। हमारी लड़कियां #TokyoOlympics में हर कदम के साथ इतिहास रच रही हैं। pic.twitter.com/8hegBzoYuf

    — Savji Dholakia (@SavjiDholakia) August 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: "પાંચ વર્ષ નારી ગૌરવના'' : રાજ્ય સરકાર મહિલાના હિતમાં કરશે મહત્વની જાહેરાત...

પીએમ નરેન્દ્ર મોદીના નજીકના છે સવજી ધોળકિયા

ચોક્કસથી જે રીતે ટોક્યો ખાતે આયોજિત ઓલમ્પિક પ્રતિયોગીતામાં ભારતીય મહિલા હોકી ટીમે પ્રદર્શન કર્યું છે તેનાથી દરેક ભારતીયને ગૌરવ છે. ઉદ્યોગપતિ સવજી ધોળકિયા દ્વારા આ મહિલા ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે આ ખાસ જાહેરાત કરવામાં આવી છે.અગાઉ પણ તેઓ આવી જ જાહેરાતોના કારણે હંમેશા ચર્ચામાં રહ્યા છે.

Last Updated : Aug 4, 2021, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.