ETV Bharat / city

Bullet Train Project : સંપૂર્ણ પ્રોજેક્ટ ઇકો ફ્રેન્ડલી રહેશે, જાણો સુરતમાં બની રહેલા 'ગ્રીન સ્ટેશન' વિશે… - Intermodal Computer Transport

કેન્દ્ર સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) ને ઇકો ફ્રેન્ડલી (Eco Friendly) બનાવવા જઇ રહી છે. જેના માટે ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે. સુરતના અંત્રોલી વિસ્તારમાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન બિલ્ડીંગ અને ડેપો સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી રહે તે માટેની તમામ તકેદારી રાખવામાં આવી છે. બિલ્ડિંગની રચના એવી રીતે કરવામાં આવશે કે, તેમાં 80 ટકા વિજળી પ્રાકૃતિક સ્ત્રોત (Natural Resources) થી મળી રહેશે. જ્યારે 20 ટકા વિજળી અન્ય માધ્યમોથી મળશે.

Surat Green Station
Surat Green Station
author img

By

Published : Jun 30, 2021, 8:32 PM IST

  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પર્યાવરણ પ્રત્યે અપાઈ રહ્યું છે વિશેષ ધ્યાન
  • રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા
  • સ્ટેશન બિલ્ડિંગમાં 80 ટકા વિજળી પ્રાકૃતિક સ્ત્રોતોમાંથી મેળવાશે

સુરત : દેશના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોમાંના એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) માં પર્યાવરણ પ્રત્યે વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. આ જ કારણ છે કે, કેન્દ્ર સરકારે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન (Ahmedabad-Mumbai Bullet Train) ને ઇકો ફ્રેન્ડલી (Eco Friendly) ટ્રેક પર દોડાવવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહિ સ્ટેશન બિલ્ડીંગ સહિત ડેપોમાં સુએઝ પ્લાન્ટ નાખવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ સિવાય સોલાર પેનલ સહિત રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી અનેક સિસ્ટમનો ઉપયોગ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પર્યાવરણલક્ષી બનાવવામાં માટે ઉપયોગમાં લેવાશે.

કેવું હશે સુરતમાં બની રહેલુ ગ્રીન સ્ટેશન

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવશે

નેશનલ હાઈસ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના પ્રવકતા સુષ્મા ગૌરે જણાવ્યું હતું કે, ગ્રીન સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ (Rain Water harvesting), સોલાર પેનલ (Solar Panel), સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Sewage Treatment Plant) સહિતની પર્યાવરણલક્ષી સુવિધાઓ રાખવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટને ઇકો ફ્રેન્ડલી (Eco Friendly) બનાવવામાં આવી રહ્યો છે. બિલ્ડીંગ તૈયાર કરવા માટે જે મટિરિયલ્સનો વપરાશ કરવામાં આવશે, તે પણ પર્યાવરણલક્ષી રહેશે. સ્ટેશન સાથે ડેપો પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Sewage Treatment Plant) નાખવામાં આવશે. જેથી પાણીનું શુદ્ધિકરણ કરી શકાય.

આ પણ વાંચો - ગુજરાતને ક્યારે મળશે બુલેટ ટ્રેન ?

ગ્રીન રેટિંગ સિસ્ટમ મુજબ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થશે

વિશ્વમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન પ્રોજેકટ (Bullet Train Project) ને ગ્રીન પ્રોજેકટ (Green Project) તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો હોય. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (Indian Green Building council) અને નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા સાથે મળીને ગ્રીન રેટિંગ સિસ્ટમ (Green Rating System) તૈયાર કરવામાં આવી છે. જે મુજબ અમદાવાદ-મુંબઇની બુલેટ ટ્રેન (Ahmedabad-Mumbai Bullet Train) ની સિસ્ટમ અને સ્ટેશન્સનું ડિઝાઇન અને કન્ટ્રક્શન કરાશે. આ પ્રોજેક્ટને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે ભારતીય ઇન્ડસ્ટ્રિયલ ફેડરેશન (Indian Industrial Federation) પણ જોડાયું છે.

આ પણ વાંચો - રાજ્યમાં બુલેટ ટ્રેનના જમીન સંપાદનને લઈને ફરી શરૂ થયો વિરોધનો વંટોળ

ગ્રીન સ્ટેશનને ડાયમંડની ડિઝાઇન આપવામાં આવશે

સુરતના અંત્રોલી વિસ્તારમાં તૈયાર થઇ રહેલું આ ગ્રીન સ્ટેશન (Green Station) બીજી બાબતમાં પણ ખાસ છે. સુરતને લોકો ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. NHSRCLના પ્રવક્તા સુષ્મા ગૌરે જણાવ્યું હતું કે, ગ્રીન સ્ટેશનને ડાયમંડની ડિઝાઇન આપવામાં આવશે. જેથી બુલેટ ટ્રેનથી સવાર યાત્રીઓ જ્યારે સુરત રેલવે સ્ટેશન પર આવે ત્યારે તેઓ અનુભવ થાય કે તેઓ ડાયમંડ સિટીમાં આવી ગયા છે. દિવાલો પર અને અન્ય જગ્યાએ હીરાઓની તસવીર જોવા મળશે.

આ પણ વાંચો - અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રાજકારણના આટાપાટામાં અટવાયો

પહેલા અને બીજા માળ પર રહેશે પ્લેટફોર્મ

અંત્રોલી ખાતે તૈયાર થઈ રહેલા ગ્રીન સ્ટેશન (Green Station) માં તમામ પ્રકારની સુવિધાઓ પ્રવાસીઓને મળી રહેશે. ત્રણ માળના આ સ્ટેશનમાં ગ્રાઉન્ડ ફ્લોર, પહેલા તેમજ બીજા માળે પ્લેટફોર્મ રહેશે. સ્ટેશન પર સુરતના ઉદ્યોગ અંગેની પણ જાણકારી મળી રહેશે. આ સ્ટેશનમાં રેસ્ટોરન્ટ સહિતની અન્ય સુવિધાઓ યાત્રીઓ માટે રહેશે. સુરત ગ્રીન સ્ટેશન (Surat Green Station) માં ઇન્ટરમોડલ કોમ્પ્યુટર ટ્રાન્સપોર્ટ (Intermodal Computer Transport) ની પણ સુવિધા હશે. જે સ્ટેશન પર આવતા પ્રવાસીઓને શહેરની અન્ય ટ્રાન્સપોર્ટેશનની સેવાઓ સાથે જોડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.