ETV Bharat / city

સુરતમાં હદ વિસ્તરણ કોંગ્રેસ માટે મનપાની ચૂંટણીમાં રહેશે મોટો પડકાર - નવા વરાછા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણી પંચે મનપાના નવા વોર્ડ સિમાંકનનું આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. આમાં વોર્ડની હદ, વસ્તી સહિતના જે રાજકીય વાંધા ઉઠાવાયા હતા. તે તમામ ફગાવી દેવાતા કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે. ચૂંટણી પંચે 9 સપ્ટેમ્બરે નવું વોર્ડ સિમાંકન જાહેર કર્યું હતું, જેમાં 30 વોર્ડના સીમાંકન તેમ જ વસ્તીનું ચિત્ર સ્પષ્ટ થયું હતું.

સુરતમાં હદ વિસ્તરણ કોંગ્રેસ માટે મનપાની ચૂંટણીમાં રહેશે મોટો પડકાર

author img

By

Published : Jan 15, 2021, 3:01 PM IST

  • સુરતમાં સાતમી વખત કરાયું હદ વિસ્તરણ
  • કોંગ્રેસ માટે હદ વિસ્તરણ બનશે માથાનો દુઃખાવો!
  • વર્ષ 1970માં સૌથી પહેલા સુરતમાં થયું હતું હદ વિસ્તરણ

સુરતઃ એક વોર્ડમાં 1 લાખ 54 હજારની સરેરાશ વસ્તીના ધોરણો રાખી નવું વોર્ડ સિમાંકન કરાયું હતું. જેમાં માત્ર બે વોર્ડમાં 1.40 લાખથી ઓછી વસ્તી છે. જો કે, આ વોર્ડ સિમાંકન સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વોર્ડના મોટા વિસ્તાર અને વસ્તી તેમ જ અમુક વોર્ડમાં હદના ધારા-ધોરણો જેવા કે, નદી, રેલવે ટ્રેક, ધોરી રસ્તાઓના નિયમોનું પાલન નહીં થયું હોવાના, ઘણા વોર્ડમાં કોંગ્રેસની વોટબેન્ક અસ્તવ્યસ્ત કરી દેવા માટે જાણી જોઈને અવ્યવહારું ભાંગ તોડ કરી હોવાના આક્ષેપો થયા હતા. તેમ જ આ વોર્ડ સિમાંકનમાં નવા ફેરફારો સાથે વાંધા સૂચનો ચૂંટણી પંચને મોકલાયા હતા. જો કે, આ તમામ રાજકીય વાંધાઓ ચૂંટણી પંચે ફગાવી દીધા છે. જેથી હવે કોંગ્રેસ માટે મનપાની ચૂંટણી મોટો પડકાર બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે, જ્યારે જુદા જુદા વોર્ડમાં ફાળવાયેલી અનામત બેઠકોની જોગવાઇઓમાં આંશિક ફેરફાર કરાયા છે.

પ્રાથમિક જાહેરનામામાં અનામતની સ્થિતિ

વોર્ડ નંબર-1 (જહાંગીરપૂરા-વરિયાવ-છાપરાભાઠા-કોસાડ)- પહેલી સ્ત્રી અનામત સામાન્ય હતી. તે હવે સ્ત્રી પછાત વર્ગ અનામત કરી દેવાઈ છે.

વોર્ડ નંબર-3 (વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા) - પહેલી બેઠક સ્ત્રી પછાત વર્ગ હતી. તે સ્ત્રી સામાન્ય કરી દેવાઈ છે. જ્યારે ત્રીજી બેઠક પુરુષ સામાન્ય હતી તે હતી. તે પછાત વર્ગની કરી દેવાઈ છે.

વોર્ડ નંબર-4 (કાપોદ્રા) પહેલી બેઠક સ્ત્રી પછાત વર્ગની હતી. તે સ્ત્રી સામાન્ય કરી દેવાઈ છે. જ્યારે ત્રીજી બેઠક પુરુષ સામાન્ય હતી. તે પછાત વર્ગની કરી દેવાઈ છે.

વોર્ડ નંબર-14 (ઉમરવાડા-માતાવાડી) પહેલી બેઠક સ્ત્રી સામાન્ય હતી. તે પછાત વર્ગ કરી દેવાઈ છે. જ્યારે ત્રીજી બેઠક પછાત વર્ગની હતી, તે સામાન્ય કરી દેવાઈ છે.

વોર્ડ નંબર-16 પૂણા (પશ્વિમ) પહેલી બેઠક સ્ત્રી પછાત વર્ગની હતી, તે સામાન્ય કરી દેવાઈ છે.

વોર્ડ નંબર-18 (લિંબાયત-પરવટ-કુંભારિયા) પહેલી બેઠક પછાત વર્ગ હતી, તે સામાન્ય અને ત્રીજી બેઠક સામાન્ય હતી. તે પછાત વર્ગ કરી દેવાઈ છે.

વોર્ડ નંબર-23 (બમરોલી-ઉધના (ઉત્તર) પહેલી બેઠક સામાન્ય હતી, જે નવા જાહેરનામામાં પછાત વર્ગની કરી દેવાઈ છે.

વોર્ડ ત્રીજી બેઠક પછાત વર્ગની હતી, તે સામાન્ય કરી દેવાઈ છે.

વોર્ડ નંબર-24 (ઉધના-દક્ષિણ) પહેલી બેઠક પછાત વર્ગની હતી. તે સામાન્ય અને ત્રીજી બેઠક સામાન્ય હતી, તે પછાત વર્ગની કરી દેવાઈ છે.

વોર્ડ નંબર-25 (લિંબાયત-ઉધના યાર્ડ) પહેલી બેઠક સામાન્ય હતી, તે પછાત વર્ગ અને ત્રીજી બેઠક પછાત વર્ગ હતી, તે સામાન્ય કરી દેવાઈ છે.

વોર્ડ નંબર-28 (પાંડેસરા-ભેસ્તાન) પહેલી બેઠક સામાન્ય હતી, તે પછાત વર્ગ અને ત્રીજી બેઠક પછાત વર્ગ હતી તે સામાન્ય કરી દેવાઈ છે.

27 ગામ અને 2 નગરપાલિકાનો સમાવેશ કરાયો

સુરત મહાનગરપાલિકા વર્ષ 1966માં બનાવવામાં આવી હતી. ત્યારબાદમાં પ્રથમ વખત 1970માં સુરતનું હદ વિસ્તરણ કરાયું હતું. ત્યારબાદ અત્યાર સુધીમાં છ વખત હદ વિસ્તરણ કરાયું હતું. જેમાં છેલ્લું સાતમું હદ વિસ્તરણ હાલમાં સને 2020માં કરાયું છે. આમાં 27 ગામ અને 2 નગરપાલિકાનો સમાવેશ કરાયો છે.

અગાઉ ક્યારે ક્યારે હદ વિસ્તરણ કરાયા હતા....

વર્ષ 1970માં રાંદેર, અડાજણ સામેલ કરાયા

વર્ષ 1975માં કતારગામ, સિંગણપોર, ટૂંકી, વેડ, ડભોલી

વર્ષ 1986માં નાના વરાછા, કરંજ, પીપલોદ, ઉમરા, અલથાણ, ભટાર, મજૂરા, બમરોલી, પાંડેસરા, ઉધના, ભેદવાદ, ભેસ્તાન, ડિંડોલી, લિંબાયત, આંજણા, ઉમરવાડા, ડુંભાલ, મગોબ, જહાંગીરાબાદ, જહાંગીરપુરા

વર્ષ 1994માં વડોદ

વર્ષ 2006 (પ્રથમ તબક્કો)માં અમરોલી, છાપરાભાઠા, ગોડાદરા, પરવટ, બમરોલી, પૂણા, ઉન, કોસાડ

વર્ષ 2006 (બીજો તબક્કો)માં રૂંઢ, મગદલ્લા, વેસુ, ભરથાણા, ડિંડોલી, મગોબ, સીમાડા, સરથાણા, મોટા વરાછા, ઉત્રાણ, વરિયાવ, પાલ, પાલનપોર, ગવિયર, વાંટા, ડુમસ, સુલતાનાબાદ, ભીમપોર, આભવા, ખજોદ, સરસાણા, ભીમરાડ, સોનારી, જીઆવ, ગભેણી અને બુડિયા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.