ETV Bharat / city

સુરતમાં રેડિયમની દુકાનમાં બ્લાસ્ટ, એક કારીગર ગંભીર રીતે ઈજાગ્રસ્ત - Blast in Surat

સુરતના અડાજણ સ્થિત ઘોબીના ખાચામાં આવેલી રેડીયમની દુકાનમાં બ્લાસ્ટ થતા એક કારીગર ગંભીર રીતે દાઝી ગયો હતો. આ બનાવની જાણ ફાયરની ટીમને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કારીગરને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી.

સુરતમાં રેડિયમની દુકાનમાં બ્લાસ્ટ
સુરતમાં રેડિયમની દુકાનમાં બ્લાસ્ટ
author img

By

Published : Apr 30, 2021, 5:26 PM IST

Updated : Apr 30, 2021, 5:32 PM IST

  • ધોબીના ખાચામાં આવેલી રેડિયમની દુકાનમાં બ્લાસ્ટ
  • આ ઘટનામાં કારીગર ગંભીર રીતે દાઝી ગયો
  • કારીગરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

સુરતઃ શહેરના અડાજણ સ્થિત ધોબીના ખાચામાં આવેલી એક રેડિયમની દુકાનમાં બ્લાસ્ટ થયો હતો. આ મિત આર્ટ રેડિયમ નામની દુકાન અશ્વિન પટેલના નામના શખ્સની છે. સવારના સમયે તેઓની દુકાનમાં હેઠરોજભાઈ નામનો કારીગર કામ કરી રહ્યો હતો, ત્યારે દુકાનમાં વેલ્ડીંગ કરતા સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો અને દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં કારીગર ગંભીર રીતે દાઝી ગયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના વિસ્તારમાં લોકો બહાર દોડી આવ્યાં હતા.

આ પણ વાંચોઃ અમદાવાદના દાણીલીમડાની દુકાનમાં બ્લાસ્ટ, 3ના મોત

ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ

આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કારીગરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયરની ટીમે દુકાનમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનાને લઈને થોડીવાર માટે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં AC રીપેરીંગની દુકાનમાં કમપ્રેશર બ્લાસ્ટ થતાં બે ઇજાગ્રસ્ત

કારીગર તડપી રહ્યો પણ કોઈ મદદે ન આવ્યું

બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, કારીગર ગંભીર રીતે આ ઘટનામાં દાઝી ગયો હતો. કારીગર ગંભીર રીતે દાઝીને દુકાનના દાદર પર પડી ગયો હતો. ત્યાં હાજર લોકોએ કારીગરની મદદ કરવાને બદલે ત્યાનો વીડિયો ઉતાર્યો હતો. જોકે, ફાયરના અધીકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને યુવકને 108ની મદદથી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Last Updated : Apr 30, 2021, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.