ETV Bharat / city

બારડોલી તાલુકા પંચાયત કોંગ્રેસ મુક્ત, તમામ બેઠકો ભાજપે કબજે કરી

સુરત જિલ્લામાં બારડોલી તાલુકા પંચાયતની ચૂંટણીના જાહેર થયેલા પરિણામ પરથી બારડોલી તાલુકો કોંગ્રેસ મુક્ત બની ગયો હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહી તાલુકા પંચાયતની 22 બેઠકો ભાજપે કબજે કરી હતી અને જિલ્લા પંચાયતની 5 બેઠકો પણ ભાજપને ફાળે ગઈ હતી.

બારડોલી તાલુકા પંચાયત કોંગ્રેસ મુક્ત, તમામ બેઠકો ભાજપે કબજે કરી
બારડોલી તાલુકા પંચાયત કોંગ્રેસ મુક્ત, તમામ બેઠકો ભાજપે કબજે કરી
author img

By

Published : Mar 3, 2021, 9:55 AM IST

  • ભાજપે તમામ બેઠકો પર કર્યો કબજો
  • એક બેઠક બિનહરીફ જાહેર થઈ હતી
  • કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળતા નિરાશા
    બારડોલી: બારડોલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનું અપેક્ષા કરતાં પણ સારું પરિણામ આવ્યું છે. તાલુકા પંચાયતની તમામ 22 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ચૂંટણી અગાઉ તાલુકા પંચાયતની એક બેઠક બિનહરીફ થઈ હતી. બાકીની 21 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. જેના પરથી સ્પષ્ટપણે કહી શકાય કે, બારડોલી તાલુકો કોંગ્રેસ મુક્ત બની ગયો છે.

તાલુકા પંચાયતમાં કોઈ વિપક્ષ નહીં હોય
તાલુકા પંચાયતની તમામ 22 બેઠકો ભાજપના ફાળે જતાં વિરોધ પક્ષ તરીકે એક પણ ઉમેદવારની જીત થઈ ન હતી. જેને લઈ કોંગ્રેસી કાર્યકરોમાં નિરાશા જોવા મળી હતી. બીજી તરફ ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે જિલ્લા પંચાયતની બારડોલી તાલુકા અંતર્ગત આવતી તમામ પાંચ બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે. ગત તાલુકા પંચાયતની ચૂંટણી કરતાં પણ ભાજપનું પ્રદર્શન સારું રહ્યું હતું. ભાજપે ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં 22 બેઠકો પૈકી 13 બેઠકો જીતી હતી. 7 બેઠકો કોંગ્રેસના ફાળે રહી હતી. જ્યારે 2 બેઠકો પર અપક્ષના ઉમેદવારોની જીત થઈ હતી. હાલમાં જાહેર થયેલ પરિણામમાં કોંગ્રેસને 7 બેઠકોનું નુક્સાન થયું છે.

  • વિજેતા ઉમેદવારોની યાદી
બેઠક વિજેતાપાર્ટી મેળવેલા મત
આફવા નીલાબેન પરભુભાઇ પટેલભાજપ 2829
અકોટી અંકિતભાઈ અમૃતભાઈ રાઠોડ ભાજપ 2234
અસ્તાન અંબાબેન જીતેન્દ્રભાઇ રાઠોડભાજપ 2642
બાબેન-1ધીરૂભાઈ ભીખુભાઈ રાઠોડભાજપ 1726
બાબેન-2શકુન્તલાબેન સન્મુખભાઈ રાઠોડ ભાજપ 2010
બાલ્દા બિપિનચંદ્ર ચંદુભાઈ ચૌધરીભાજપ 2947
કડોદ-1 જમનાબેન મનહરભાઈ રાઠોડભાજપ 2175
કડોદ-2કાંતુભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિભાજપ 2057
ખોજ વૈશાલીબેન જિજ્ઞેશભાઈ પટેલભાજપ બિનહરીફ
મઢીજાગૃતિબેન દક્ષેશભાઈ વસાવાભાજપ 2063
માણેકપોરકિંજલબેન ચેતનસિંહ દેસાઇભાજપ 2902
મોતા રમીલાબેન રણજીતભાઈ રાઠોડભાજપ 2005
નિઝરઆશાબેન રાજેન્દ્રસિંહ સોલંકીભાજપ 2319
સરભોણપરિક્ષિત મધુભાઇ દેસાઇભાજપ 2232
સેજવાડ કિરણભાઇ ભુલાભાઇ પટેલભાજપ 2564
સુરાલી-1જ્યોતિબેન રજનીકાંત ચૌધરીભાજપ 1567
સુરાલી-2કિશોરભાઈ ઈશ્વરભાઈ ચૌધરીભાજપ 1799
તેનદિનેશભાઈ ગોવિંદભાઈ પરમારભાજપ 2320
વઢવાણીયાકિરણભાઈ રવજીભાઈ ચૌધરીભાજપ 2544
વડોલીસુરેશભાઇ છીબાભાઇ હળપતિભાજપ 2165
વાંકાનેરપદમાબેન ચેતનભાઇ હળપતિભાજપ 2265
વરાડ અજીતભાઇ જગુભાઇ પટેલભાજપ 2883

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.