ETV Bharat / city

સુરતઃ કોરોના વોરિયર્સ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ઉજવી દિવાળી - Corona Warriors

કોરોનાની કપરી પરિસ્થિતિમાં સુરત શહેરના તમામ લોકો ઘરમાં રહીને પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા હતા. નવી સિવિલના તબીબો, નર્સો, સફાઈ કર્મચારી રાત દિવસ નિશ્વાર્થભાવે પોતાની સેવા આપી રહ્યા છે. ત્યારે આવા કોરોના વોરિયર્સને સન્માનિત કરી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમની સાથે સિવિલ હોસ્પિટલમાં દિવાળીની ઉજવણી કરી હતી.

કોરોના વોરિયર્સ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ઉજવી દિવાળી

author img

By

Published : Nov 13, 2020, 10:55 PM IST

  • ભાજપ પ્રદેશ પ્રમુખે કોરોના વોરિયર્સ સાથે ઉજવી દિવાળી
  • સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દિવાળીની ઉજવણી કરી
  • સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને કોરોના યોદ્ધાના કામને બિરદાવવા માટે સ્નેહ મિલન સમારોહ યોજાયો

સુરતઃ કોરોના વોરિયર્સ પોતાના ઘરથી દૂર રહીને કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે. ત્યારે મજુરા મિત્ર મંડળ અને નર્સિંગ એસો.દ્વારા આ કોરોના યોદ્ધાના કામને બિરદાવવા અને પ્રોત્સાહન આપવા માટે સ્નેહ મિલન સમારોહ નવસારીના સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને યોજ્યો હતો.

કોરોના વોરિયર્સ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ઉજવી દિવાળી
કોરોના વોરિયર્સ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ઉજવી દિવાળી

પહેલા સિવિલના નામથી લોકોને ડર લાગતો પરંતુ સિવિલના સ્ટાફે લોકોનો ડર દૂર કર્યો

આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોરોના સ્થિતિમા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, નર્સો, સફાઈ કર્મચારીઓએ કોરોના સંક્રમિત દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે. 8 કલાક પીપીઇ કીટ પહેરી દર્દી કરતા પોતે વધુ તફલિકોનો સામનો કરી પોતાનું યોગ દાન આપ્યું છે. પહેલા સિવિલના નામથી લોકોને ડર લાગતો પરંતુ સિવિલના સ્ટાફે લોકોનો ડર દૂર કરી સિવિલમાં સારવાર માટે પ્રેરણા આપી છે. દર્દીઓને પોતાના પરિવારની જેમ સેવા કરી સાજા કર્યા છે. એ તમામ કોરોના યોદ્ધાઓ પ્રત્યે સાંસદે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સનુ સન્માન કરાયું

નવી સિવિલ ખાતે મજુરા મિત્ર મંડળ અને નર્સિંગ એસો.દ્વારા આયોજિત દીપાવલી અને નવા વર્ષના સ્નેહ મિલન અને કોરોના વોરિયર્સના સન્માન સમારોહમાં નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સનુ સન્માન કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.