સુરત : આપ પાર્ટી દ્વારા બહુ મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે. આપ પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ભાજપમાં જોડાઇ (BJP Offer to AAP Corporator ) જવા માટેની ઓફર આપવામાં આવી રહી હોવાનો ચોકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈને સુરતમાં રાજકારણ ફરી (Gujarat Assembly Electios 2022) એક વખત ગરમાયું છે.
કોર્પોરેટરે કર્યો આક્ષેપ
વોર્ડ નંબર 17ના કોર્પોરેટર રચના હીરપરાએ જણાવ્યું હતું કે 2.15.વાગ્યાની આસપાસ વોટ્સએપ પર કોલ આવ્યો હતો. તેમણે કહ્યું કે અત્યારે તમે જોવો કે ભાજપના કોર્પોરેટર કેટલી ઉચાઇ પર છે. અને તમે ક્યાં છો, તમે 1 વર્ષમાં શું કર્યું. પરંતુ અમે અડીખમ રહેવાના છીએ. અમને કોલ પર જે પણ માગ હોય (BJP Offer to AAP Corporator ) જે પણ જરૂરિયાત હોય તે પૂરી કરવાની વાત કરી હતી. એટલું જ નહીં, વિચારીને ફરીથી કોલ કરવાનું કીધું હતું. પરંતુ અમારા પર જે લોકોએ વિશ્વાસ મુક્યો છે તે વિશ્વાસ તોડશું નહી. ફોન કરનાર વ્યક્તિને ચોખ્ખી ના પાડી દેવામાં આવી છે. કોલ કોણે કર્યો તેની કોઈ માહિતી નથી.
આ પણ વાંચોઃ Isudan Gadhvi Retort Gujarat AAP Clashing : લોકો આવશે અને જશે પણ ખરા, બંને નેતાઓની સેવાને અભિનંદન
ચેરમને તરફથી પણ ભાજપમાં આવવા કહ્યું
મહેશભાઈ અનઘણે જણાવ્યું હતું કે અજાણ્યા વ્યક્તિ તરફથી કોલ આવ્યો હતો. પછી કહ્યું કે તમારા જેવા સારા વ્યક્તિની જરૂર છે. તો મેં કહ્યું કે કેમ ભાજપમાં કોઈ સારા વ્યક્તિ નથી. તો સામે વ્યક્તિએ કહ્યું કે તમારા જેવા ભણેલા વ્યક્તિઓ આવે તો સારું. જો કે અગાઉ અમારી સમિતિની મીટીંગમાં પણ ચેરમને તરફથી પણ ભાજપમાં (BJP Offer to AAP Corporator ) આવવા કહ્યું હતું. જો કે હવે તેઓએ મજાકમાં કીધું હોય કે શું તે ખબર નથી. ત્યારબાદ આજે ફરીથી કોલ આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે તમારા છોકરા કોલેજમાં આવશે. ફી કેમ ભરશો વગેરે જેવી વાતો કરાઈ હતી. ફોન કરનારે કહ્યું હતું કે તમે વિચારીને વાત ફોન કરજો. આજે અમે જે પણ જગ્યાએ જઈએ છીએ. લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો કહે છે કે અમારો મત એળે નથી ગયો. ગુજરાતમાં એક સારું નેતૃત્વ ઉભું થઇ રહ્યું છે જેથી આ હિસાબે ઓફર આવી શકે છે.
આ પણ વાંચોઃ AAP Booth Meeting in Kutch : આપના ઉમેદવારો ક્રાંતિવીરની રણનીતિથી ચૂંટણી લડશે
2022માં આપ પાર્ટીની વેવ ઉભી થઇ છે
વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે છેલ્લાં 27 વર્ષથી ભાજપ શાાશન કરે છે. ત્યારે વિપક્ષને દબાવવાના પ્રયાસો અગાઉ પણ ખુબ થયા છે. ચુંટણીમાં સુરતની જનતાએ 27 નગરસેવકોને ચૂંટી અમને વિપક્ષની જવાબદારી નીભવવાની જવાબદારી આપી છે. જેથી અમને ડરાવવાના તોડવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે હવે ખરીદવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ સમિતિની ચુંટણી વખતે પણ આવું કરવામાં આવ્યું હતું. હવે 2022માં આપ પાર્ટીની વેવ ઉભી થઇ છે જેથી હવે આવી રીતે ખરીદવાનો (BJP Offer to AAP Corporator ) પ્રયાસ કરાઈ રહ્યો છે.