સુરતઃ દિલ્હી બાદ હવે બિહાર વિધાનસભા ચૂંટણી આવશે. ત્યારે હાલમાં જ આરજેડીના નેતા તેજ પ્રતાપ યાદવે એક ટ્વીટ કરી કહ્યું હતું કે,"પલ્ટી મારી સે ત્રસ્ત હે બિહાર ,અબ બિહારિયો કો ચાહિયે તેજ રફતાર, તેજસ્વી સરકાર." તેની ઉપર બિહારના પાણીપતના સાંસદ રામકૃપાલ યાદવે પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું હતું કે ,બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારના શાસનમાં બિહાર સરકારે જે રફ્તાર પકડી છે તેને કોઈ પણ પાછળ કરી શકશે નહીં. આ હાઈ સ્પીડની ગાડી છે. બિહારમાં તેજસ એક્સપ્રેસ ચાલશે લેટેસ્ટ ટેક્નોલોજીની ગાડી દોડશે કોઈ ક્યાંથી પકડી શકશે નહીં.
ટ્વીટ કરવાથી કશું થશે નહીં. આ લોકો ટાય ટાય ફિસ થઇ જશે. શું કોઈ આવા વાહન પર જશે જેની ઉપર માત્ર દુર્ઘટના થઈ હોય. હાઇસ્પીડની ગાડી છે તે ખૂબ જ રફતારથી ચાલશે. જે વાહન પર અનેક મોત થઈ હોય અવ્યવસ્થા સર્જાઇ હોય આવા વાહન પર કોઈ ભરોસો કરશે નહીં.