ETV Bharat / city

સુરતમાં ભાજપ-કોંગ્રેસ પક્ષોએ ગર્ભવતિ મહિલા ઉમેદવારોને આપી ટિકિટ - surat daily news

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે દરેક ઉમેદવારો મહેનતે લાગી ગયા છે. ત્યારે સુરતમાં બે ગર્ભવતિ મહિલા ઉમેદવારોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે, આ બંને પૈકી એક કોંગ્રેસના તો બીજા ભાજપના ઉમેદવાર છે. આ બંને મહિલા ઉમેદવારો ગર્ભવતી હોવા છતાં પ્રચાર પ્રસાર કરીને નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ મતદાતાઓ સમક્ષ રજૂ કરી રહ્યા છે.

સુરતમાં ભાજપ-કોંગ્રેસ બંનેએ ગર્ભવતિ મહિલા ઉમેદવારોને આપી ટિકિટ, પ્રચાર સાથે રાખે છે સ્વાસ્થ્યનું પણ ધ્યાન

author img

By

Published : Feb 16, 2021, 3:12 PM IST

  • સુરતમાં 21મીએ યોજાશે મહાનગર પાલિકાની ચૂંટણી
  • ભાજપ અને કોંગ્રેસ બંનેએ ગર્ભવતિ મહિલાઓને સ્થાન આપ્યું
  • બંને ઉમેદવારો રાખી રહ્યા છે પ્રચાર સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન

સુરત: મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોનાં ઉમેદવારોની યાદીમાં એક ગર્ભવતી મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે અને બંને પોતાના પક્ષને જીતાડવા માટે આવી પરિસ્થિતિમાં પણ કલાકો સુધી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપમાંથી વોર્ડ નંબર 14માં જયશ્રી મૈસૂરિયાને ટિકિટ અપાઈ છે. જેઓ છ માસનો ગર્ભ ધરાવે છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નંબર 19માંથી શીતલ રાણાને ટિકિટ આપી છે. જેઓ પાંચ માસનો ગર્ભ ધરાવે છે.

પ્રચાર સાથે સ્વાસ્થ્યનું પણ પૂરતું ધ્યાન રાખું છું

ભાજપમાંથી વોર્ડ નંબર 14માં જયશ્રી મૈસૂરિયાએ જણાવ્યું હતું કે, મને જે તક મળી છે તે માટે હું ભાજપનો આભાર વ્યક્ત કરું છું અને પક્ષનાં વિશ્વાસને હું ક્યારેય તૂટવા દઈશ નહિ. પ્રચાર સાથે હું મારા સાવસ્થ્યની પણ પૂરતી કાળજી લઉં છું અને કોઈ પણ તણાવ આવવા દેતી નથી. અમારી પેનલનાં અન્ય ઉમેદવારો અને પરિવારનાં સભ્યો ખૂબ જ કાળજી લે છે.

2021 મારી માટે સોનેરી તક લઈને આવ્યું છે

કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 19માં શિતલ રાણાને ટિકિટ આપી છે. શીતલ પાંચ માસનો ગર્ભ ઘરાવે છે અને તેઓ પણ સવારથી રાત સુધી પોતાના પક્ષની જીત માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. શીતલના પતિ શિક્ષક છે અને તેઓ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા પણ છે. વોર્ડ નંબર 19માં તેઓએ લોકડાઉન દરમિયાન પણ અનેક કાર્યો કર્યા હોવાથી તેમને ટિકિટ આપવામાં આવી છે. શીતલે વધુમાં જણાવ્યું હતું કે, મારા માટે બંને ખુશી છે. આવી પરિસ્થિતિમાં પણ હું પ્રચાર માટે જાઉં છું.અને સ્વાસ્થ્યની કાળજી પણ લઉં છું. આમ તો મને કંઈ તકલીફ થતી નથી. હું કલાકો સુધી પ્રચારમાં ભાગ લઉં છું. મારા વિસ્તારમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય એ માટે કટિબદ્ધ છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.