ETV Bharat / city

સુરતમાં સી.આર.પાટીલના જન્મદિનની ઉજવણી, 67 નિરાશ્રિતોને કોરોનાની રસી અપાઈ - સુરત મહાનગરપાલિકા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના જન્મદિવસના અવસર પર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નિરાશ્રિતોને કોરોના રસી આપવામાં આવી હતી. યૂથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં 67 નિરાશ્રિતોને કોરોના રસી આપવામાં આવી હતી. તેઓને રસીકરણના ફાયદાઓ અંગે સમજ આપીને જાગૃત કરવામાં આવ્યાં હતાં

સુરતમાં સી.આર.પાટીલના જન્મદિનની ઉજવણી, 67 નિરાશ્રિતોને કોરોનાની રસી અપાઈ

author img

By

Published : Mar 16, 2021, 9:01 PM IST

  • સુરતમાં સી. આર. પાટીલના જન્મ દિવસની ઉજવણી થઈ
  • નિરાશ્રિતોને કોરોના સામે રક્ષણ આપવા રસી અપાઈ
  • ખાનગી ટ્ર્સ્ટના ઉપક્રમે યોજાયો કાર્યક્રમ
    યૂથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ

સુરતઃ સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ તાજેતરમાં રસ્તાઓ પર સૂતેલાં નિરાધાર લોકો, સ્લમ વિસ્તારમાં રહેતાં લોકોને કોરોના પ્રતિરોધક રસીકરણ પ્રક્રિયામાં સામેલ કરવાનું સૂચન કર્યું હતું, જેને ધ્યાનમાં લઇને સાંસદ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યૂથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 67 નિરાશ્રિત લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. ભિક્ષુકો, ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો, કચરો વીણતાં અને નિરાધાર લોકોને પણ રસી મૂકાઈ હતી.

આ પણ વાંચોઃ શાળાઓને બંધ કરવા સુરત વાલી મંડળ દ્વારા સરકારને રજૂઆત

રાજ્યના આરોગ્યતંત્રના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા તંત્ર કોરોનાને નાથવા સતત કાર્યરત છે. રસીકરણની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે, ત્યારે શહેર કમિશનરના રચનાત્મક સૂચનને અમલમાં મૂકતા સંસ્થા દ્વારા ડિંડોલી, પાંડેસરા અને ભટારની ખાડી જેવા વિસ્તારોમાં ફરતાં ભિક્ષુકો, ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો, કચરો વીણતાં અને નિરાધાર લોકોને પણ રસી મૂકી કોરોના સામે સુરક્ષા આપી શકાય એ માટે અભિયાન ચલાવ્યું હતું. સતત બે દિવસ આવા ગરીબ વર્ગના નાગરિકો સુધી જઈ 67 લોકોને રસી આપવામાં આવી છે. તેમને સિવિલ હોસ્પિટલ સુધી લાવવા લઈ જવા માટે વાહનની સગવડ પણ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.