ETV Bharat / city

કેદીઓને પગભર થવા તક મળે તે માટે સુરતની લાજપોર જેલમાં શરૂ કરાયું Bhajiya House - બેકરી આઈટમ

અમદાવાદ શહેરમાં વેચાતા જેલના ભજિયાના તો અનેક લોકો દિવાના છે. અહીંના ભજિયા ખાવા દૂર દૂરથી લોકો આવતા હોય છે. ત્યારે સુરતની લાજપોર જેલમાં (Lajpore Jail) પણ ભજિયા હાઉસની શરૂઆત કરવામાં આવી છે. કેદીઓને રોજગારી આપવાના હેતુથી 80 લાખ રૂપિયાના ખર્ચે આ ભજિયા હાઉસ (Bhajiya House) તૈયાર કરવામાં આવ્યું છે. તો ગુજરાત જેલ પોલીસ મહાનિર્દેશકના હસ્તે આ ભજિયા હાઉસનું (Bhajiya House) ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કેદીઓને પગભર થવા તક મળે તે માટે સુરતની લાજપોર જેલમાં શરૂ કરાયું ભજિયા હાઉસ

author img

By

Published : Oct 1, 2021, 10:01 AM IST

  • સુરતની લાજપોર જેલમાં (Lajpore Jail) શરૂ કરાયું ભજિયા હાઉસ
  • ગુજરાત જેલ પોલીસ મહાનિર્દેશકે ભજિયા હાઉસનું (Bhajiya House) કર્યું ઉદ્ઘાટન
  • ભજિયા ઉપરાંત 17 પ્રકારની બેકરી આઈટમ પણ વેચાણમાં મૂકવામાં આવી
  • જેલના કેદીઓ દ્વારા જ તમામ વાનગીઓ બનાવવામાં આવે છે

સુરત: લોકોને નવો ટેસ્ટ અને કેદીઓને રોજગારી આપવાના હેતુથી સુરતની લાજપોર જેલમાં (Lajpore Jail) ભજિયા હાઉસની (Bhajiya House) શરૂઆત કરવામાં આવી છે. રૂપિયા 80 લાખના ખર્ચે બનેલા લાજપોર જેલ (Lajpore Jail) ભજિયા હાઉસનું (Bhajiya House) ઉદ્ઘાટન ગુજરાત જેલ પોલીસ મહાનિર્દેશકના હસ્તે કરવામાં આવ્યું હતું. અહીં ભજિયા ઉપરાંત 17 પ્રકારની બેકરી આઈટમ પણ વેચાણમાં મૂકવામાં આવી છે.

આ પણ વાંચો- વડોદરાના દંતેશ્વરમાં ઓપન જેલનો શુભારંભ કરાયો

ગુજરાત જેલ પોલીસ મહાનિર્દેશકે ભજિયા હાઉસનું કર્યું ઉદ્ઘાટન

બધી વાનગીઓ પણ કેદીઓ જ બનાવશે અને સંચાલન પણ જાતે કરશે

ગુજરાત જેલ પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.એન રાવે આ અંગે જણાવ્યું હતું કે, સુરતીઓ ટેસ્ટી ખાવાના શોખીન છે. સુરતીઓને આકર્ષવા 10 વર્ષ કરતાં વધુના સમયથી લાજપોર જેલના કેદીઓ દ્વારા ભજિયા હાઉસ ચલાવવામાં આવી રહ્યું છે. પહેલાં જેલ રિંગ રોડ ઉપર હતી, જે કેટલાક વર્ષોથી લાજપોર શિફ્ટ થઈ છે. સુરતથી નવસારી, વલસાડ, મુંબઈ જવા માગતા લોકોને આકર્ષી શકાય તે સાથે તેમને આરામદાયક બેઠક મળી રહે અને સાથે ટેસ્ટી નાસ્તો મળી રહે તે માટે પ્રચલિત આઉટ હાઉસના કલ્ચરને ધ્યાનમાં રાખી 80 લાખ રૂપિયાના ખર્ચે નવું ભજિયા હાઉસ બનાવવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ભજિયા હાઉસની વિશેષતા એ છે કે, હશે કે અહીં જેલના કેદીઓ દ્વારા જ તમામ વાનગીઓ બનાવવામાં આવે છે. સંચાલન પણ તેમના જ હસ્તે થશે .

આ પણ વાંચો- ખુશીના તહેવાર પર જેલમાં જોવા મળ્યા દુઃખના આંસુ

કેદીઓને પણ પગભર થવાની તક મળશે

ભજિયા ઉપરાંત 17 પ્રકારની બેકરી આઈટમ પણ વેચાણમાં મુકવામાં આવી છે, જે સંપૂર્ણ હાઈજેનિક છે. લોકોને તો નવો ટેસ્ટ મળશે જ પરંતુ કેદીઓને આ કોન્સેપ્ટને કારણે કેદીઓને પણ પગભર થવાની તક મળશે. લાજપોર જેલ સુપરિન્ટન્ડન્ટ મનોજ નિનામા અને DySP પી.જી. નરવાડે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સુરતી રોડના કિનારે નાની ઝૂંપડીઓ તથા આઉટ હાઉસમાં નાસ્તા કરવાના પ્રચલિત ચલણને ધ્યાનમાં રાખી ને આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.