ETV Bharat / city

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને બારડોલી જનતા કેળવણી મંડળ આપશે મફત શિક્ષણ

કોરોના મહામારીમાં અનેક બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. ઘરમાં કમાનાર મુખ્ય મોભી ગુમાવવાના કારણે બાળકોના અભ્યાસનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. બારડોલીની જનતા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત વામદોત હાઈસ્કૂલ દ્વારા પણ એક અનોખી પહેલ કરવામાં આવી છે. શાળાના સંચાલકો દ્વારા કોરોનામાં અનાથ થયેલા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપી તમામ ખર્ચ ઉઠાવવાનું નક્કી કરાયું છે.

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને બારડોલી જનતા કેળવણી મંડળ આપશે મફત શિક્ષણ
કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને બારડોલી જનતા કેળવણી મંડળ આપશે મફત શિક્ષણ
author img

By

Published : May 28, 2021, 8:38 AM IST

  • માતા પિતા કે ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિ ગુમાવનાર બાળકો માટે શરૂ કરી યોજના
  • કોરોનામાં અનેક પરિવારોએ ઘરના મોભી ગુમાવ્યા છે
  • અનાથ બાળકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે

સુરત: કોરોનાની બીજી લહેર સમગ્ર દેશ માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. આ મહામારીમાં અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. કેટલાક પરિવારોએ મુખ્ય કમાનાર વ્યક્તિ પણ ગુમાવ્યા છે. જેના કારણે આવા પરિવારોની સ્થિતિ ખૂબ જ દયનિય થઈ ગઈ છે.

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને બારડોલી જનતા કેળવણી મંડળ આપશે મફત શિક્ષણ

આ પણ વાંચોઃ કોરોનાની કારણે અનાથ થયેલા બાળકો માટે દાખલ કરેલી અરજી અંગે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ

બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે શરૂ કરાઇ પહેલ

કોરોનામાં બાળકોના ભવિષ્ય પણ અંધકારમય બની ગયા છે. ત્યારે આવા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે બારડોલીની જનતા સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા વિસ્તારના અનાથ અથવા તો મુખ્ય કમાનાર વ્યક્તિ ગુમાવનાર પરિવારોના બાળકો માટે અનોખી પહેલ કરી છે.

કોરોનામાં વાલી ગુમાવનાર બાળકોને બારડોલી જનતા કેળવણી મંડળ આપશે મફત શિક્ષણ

મંડળ ધોરણ 1 થી 12 સુધીનો તમામ ખર્ચ ઉઠાવશે

શાળામાં અભ્યાસ કરતા કે પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ, કે જેમણે કોરોના મહામારીને કારણે પોતાના માતાપિતા અથવા તો ભરણપોષણ કરનાર પરિવારની મુખ્ય વ્યક્તિ ગુમાવી છે. તેવા બાળકોનો ભણતરનો તમામ ખર્ચ સંસ્થા ભોગવશે.

ધોરણ 1થી 12 સુધી બાળકો વિનામૂલ્યે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા

ધોરણ 1થી 12 સુધી આ બાળકો વિનામૂલ્યે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી છે. વિનામૂલ્યે પ્રવેશ ઉપરાંત બાળકોના યુનિફોર્મ, નોટબુક, ચોપડા સહિતનો ખર્ચ મંડળ દ્વારા ઉઠાવવામાં આવશે.

આ પણ વાંચોઃ કોરોનાના કારણે માતાપિતા ગુમાવનારા બાળકોને આણંદની સંસ્થા વિનામૂલ્યે શિક્ષણ આપશે

બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે બનાવી યોજના

આ અંગે મંડળના મંત્રી રાજેશ પટેલ અને ખજાનચી સંજય પટેલે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ જોતા અનેક પરિવારે મુખ્ય મોભી ગુમાવ્યા છે. ખાસ કરીને ગરીબ અને જરૂરતમંદ પરિવારમાં કમાનાર વ્યક્તિનું મોત થવાથી આખો પરિવાર વેરવિખેર થઈ જતો હોય છે. આથી તેમના બાળકોના ભવિષ્ય સામે પણ પ્રશ્નાર્થ ઉભો થઇ શકે છે. બાળકો ભણવાથી વંચિત ન રહી જાય તે માટે અમે આ ખાસ યોજના શરૂ કરી છે, જેથી બાળકો અભ્યાસ કરી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.