ETV Bharat / city

સ્ટાફના અભાવે બારડોલીનું સ્મશાનગૃહ રાત્રે બંધ કરવાનો નિર્ણય - Funeral

બારડોલી ખાતે આવેલા મોક્ષધામ એરપોર્ટ સ્મશાનગૃહના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 24 કલાકની જગ્યાએ હવે સ્મશાનગૃહ દિવસ દરમ્યાન માત્ર 11 કલાક એટલે કે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી જ કાર્યરત રહેશે. સ્ટાફના અભાવે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું.

bardoli
સ્ટાફના અભાવે બારડોલીનું સ્મશાનગૃહ રાત્રે બંધ કરવાનો નિર્ણય
author img

By

Published : Apr 18, 2021, 11:29 AM IST

  • સુરતના સ્મશાનો મૃતદેહથી છલકાયા
  • મૃતદેહોને મોકલવામાં આવી રહ્યા છે ગામડામાં
  • બારડોલી સ્મશાન ગૃહમાં માત્ર સવારના 7 થી 6 વાગ્યા સુધી થશે અંતિમ સંસ્કાર

બારડોલી : કોરોના કાળમાં વધી રહેલા મૃત્યુઆંકને કારણે સ્મશાનગૃહો ઉભરાય રહ્યા છે, ત્યારે બારડોલી સ્મશાનગૃહના સંચાલકોએ રાત્રી દરમ્યાન સ્મશાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે બારડોલીનું સ્મશાનગૃહ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ત્યારબાદ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરી શકાશે નહીં. સ્મશાનગૃહમાં કર્મચારીઓના અભાવને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું.

સુરત શહેરના સ્મશાનગૃહો પર મૃતદેહોની લાંબી લાઈન

સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા કોરોનાના કેસોને કારણે સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. કોરોનાથી અનેક લોકોના મૃત્યુ થવાને કારણે સ્મશાનગૃહોમાં પણ મૃતદેહોની અંતિમ વિધિ માટે લાંબી લાઈન જોવા મળી રહી છે. સુરત શહેરના તમામ સ્મશાનગૃહોમાં કલાકો સુધી રાહ જોવી પડતી હોય તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મૃતદેહો મોકલવામાં આવી રહ્યા છે.

સ્ટાફના અભાવે બારડોલીનું સ્મશાનગૃહ રાત્રે બંધ કરવાનો નિર્ણય

આ પણ વાંચો : સુરતમાં સ્વૈચ્છિક લોકડાઉન અંગે જાગૃતિ પ્રસરાવવા માટે 5 હજારથી વધુ બેનરો લાગ્યા

બારડોલીમાં કર્મચારી ઓછા હોવાથી અગ્નિદાહમાં આવી રહી છે મુશ્કેલી

ખાસ કરીને બારડોલી, ખોલવડ અને કડોદરામાં સુરત શહેરના મૃતકોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. રાત દિવસ ચાલતી ભઠ્ઠીઓને કારણે બારડોલી સ્મશાનગૃહના કર્મચારીઓ આ કામગીરીને પહોંચી વળે તેમ નથી. રોજના 15 થી 20 મૃતદેહો આવતા હોય અને સ્ટાફ ઓછો હોવાથી અગ્નિદાહમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.

દિવસના જ થઈ શકશે અગ્નિસંસ્કાર

સ્મશાનગૃહના સંચાલકોએ હવે દિવસ દરમ્યાન જ સ્મશાનગૃહ ચલાવવાનો નિર્ણય કર્યો છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીના સમયમાં જ બારડોલીના મોક્ષધામ એરપોર્ટ સ્મશાન ગૃહમાં અગ્નિદાહ આપી શકાશે.

આ પણ વાંચો : સ્મશાનોનું રિયાલિટી ચેક : સુરતમાં 3 દિવસમાં 90 કોરોનાગ્રસ્ત મૃતદેહોની અંતિમવિધિ કરાઈ

સ્ટાફ ઓછો હોવાથી લેવો પડ્યો નિર્ણય

સંચાલક સોમાભાઈ પટેલે જણાવ્યું હતું કે, બારડોલી અને અજુબાજુના ગામોને અગ્નદાહ માટેની જે બુક ફાળવવામાં આવી છે તે પણ સાંજે 6 વાગ્યા બાદ માન્ય ગણાશે નહિ. સ્ટાફના અભાવે રાત્રીના સમયે અગ્નિદાહ નહીં કરવાનો નિર્ણય લેવો પડ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. બીજી તરફ સંચાલકોના આ નિર્ણયથી રાત્રિના સમયે આવતા મૃતદેહોના અગ્નિદાહ માટે મોટી મુશ્કેલી ઉભી થવાની શકયતા સેવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.