- ઓલપાડની બલકસ ગ્રામ પંચાયત વધુ એક વાર બની સમરસ
- છેલ્લા 40 વર્ષથી ગ્રામ પંચાયત થાય છે સમરસ
- ગામના લોકો બેનેરો લઈ ચૂંટણી ફોર્મ ભરવા સેવા સદન પહોંચ્યા
સુરતઃ આજના સમયમાં ગ્રામ પંચાયતો ચૂંટણી(Gram Panchayat Election) હોય એટલે સરપંચ બનવા ઉમેદવારોની લાઈનો લાગી જતી હોય છે ગ્રામ પંચાયત જીતી લેવા રૂપિયાનો વેડફાટ કરી જોરશોરમાં પ્રચાર કરતા હોય છે. ત્યારે આ બધા માહોલ વચ્ચે ઓલપાડ તાલુકાના બલકસ ગ્રામ પંચાયત(surat gram panchayat election) સૌ ગ્રામ પંચાયત માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે.950થી વધુની વસ્તી ધરાવતા ઓલપાડના બલકસ ગામમાં છેલ્લા 40 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થતું જ નથી. ગ્રામજનો જ મીટીંગ કરી ગ્રામ પંચાયતની બોડી બનાવી દે છે.
એકતામાં જ વિકાસ,45 વર્ષથી સમરસ ગ્રામ પંચાયત જેવા સ્લોગ
આજ રોજ ગામના લોકો હાથમાં બેનેરો લઈને ચૂંટણીના ફોર્મ ભરવા ઓલપાડ સેવા સદન(olpad taluka seva sadan) ખાતે પહોંચ્યા હતા. આ ચૂંટણીમાં ફરી એક્વાર બલકસ ગ્રામ બિનહરીફ(gram panchayat election 2021) થઈ છે અને એકતામાં જ વિકાસ,45 વર્ષથી સમરસ ગ્રામ પંચાયત જેવા સ્લોગનોના બેનર લઈ અન્ય ગ્રામ પંચાયતો પણ સમરસ થાય એવા પ્રયત્નો હાથ ધર્યો હતા.
ઓલપાડ તાલુકાની પ્રથમ સમરસ ગ્રામ પંચાયત બની બલકસ ગ્રામ પંચાયત
હાલ તો સરપંચ અને ગ્રામ પંચાયતની બોડીનું ચિત્ર સ્પષ્ટ થયું નથી. મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકા ભાજપના મહાપ્રધાન કુલદીપસિંહ અતેસિંહ અને ઉપ સરપંચ તરીકે હરિસિંહ હમીરસિંહના નામ પર ગ્રામજનો મહોર લગાવશે, ત્યારે બલકસ ગ્રામ પંચાયત(Samaras gram panchayat election) સમરસ થતા જ ઓલપાડ તાલુકાની પ્રથમ સમરસ ગ્રામ પંચાયત બની ગઈ હતી.
આ પણ વાંચોઃ Samras Gram Panchayat Gathaman : બનાસકાંઠાનું અનોખું સમરસ ગામ, જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા પણ ઉદાહરણરુપ
આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: કચ્છના કુનરિયામાં લોકો કેવા સરપંચ ઈચ્છે છે, જુઓ