ETV Bharat / city

બજરંગ દળના નેતાએ જાહેરમાં બર્થ ડેની કરી ઉજવણી, કોરોના ગાઇડલાઇનના ઉડ્યા ધજાગરા - Social worker

નેતાઓ હોય કે, સામાજિક કાર્યકર્તાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યાં નથી અને દિનપ્રતિદિન covid ગાઇડલાઇનના ધજાગરા ઉડાવી રહ્યા છે, ત્યારે સુરતમાં પણ બજરંગ દળના પ્રમુખનો જન્મ જયંતિની જાહેરમાં ઉજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

બજરંગ દળના નેતાએ જાહેરમાં બર્થ ડેની કરી ઉજવણી, કરોના ગાઇડલાઇનના ઉડ્યા ધજાગરા

author img

By

Published : Jan 23, 2021, 5:17 PM IST

  • પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં બર્થ ડે ઉજવણી પર પ્રતિબંધ મુક્યો છે
  • નેતાઓ હોય કે, કાર્યકર્તાઓ જાહેરમાં બર્થ ડેની ઉજવણી કરી નિયમના ધજાગરા ઉડાવી રહ્યા છે
  • જન્મ જયંતિ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરતઃ નેતાઓ હોય કે, સામાજિક કાર્યકર્તાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યાં નથી અને દિનપ્રતિદિન covid ગાઇડલાઇનના ધજાગરા ઉડાવી રહ્યા છે, ત્યારે સુરતમાં પણ બજરંગ દળના પ્રમુખનો જન્મ જયંતિ ઉજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

બજરંગ દળના નેતાએ જાહેરમાં બર્થ ડેની કરી ઉજવણી, કરોના ગાઇડલાઇનના ઉડ્યા ધજાગરા બજરંગ દળના નેતાએ જાહેરમાં બર્થ ડેની કરી ઉજવણી, કરોના ગાઇડલાઇનના ઉડ્યા ધજાગરા
બજરંગ દળના નેતાએ જાહેરમાં બર્થ ડેની કરી ઉજવણી, કરોના ગાઇડલાઇનના ઉડ્યા ધજાગરા

પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં બર્થ ડેની ઉજવણી કરવા પર પ્રતિબંધ

સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં બર્થ ડેની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ વચ્ચે સુરત શહેર બજરંગ દળના પ્રમુખ દેવી પ્રસાદ દુબે બર્થ ડેની ઉજવણી કરી નિયમના ધજાગરા ઉડાવી રહ્યા છે. વીડિયોમાં અનેક યુવાનો ટોળું એકત્રિત કરી દેવીપ્રસાદનો બર્થ ડે ઉજવી રહ્યા છે.

જાહેરમાં બર્થ ડે અને કાર્યક્રમો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

નેતા હોય કે, સામાજિક કાર્યકર્તાઓ દિનપ્રતિદિન જાહેરમાં બર્થ ડે અને કાર્યક્રમો ઉજવી જાહેરનામાનો ભંગ કરી નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સુરતમાં મુકદ્દર રંગીની અને તેના અંકલ દ્વારા કરાયેલી ઉજવણીમાં ધરપકડ કરવામાં આવી હતી અને સચિન વિસ્તારમાં પણ આ પ્રકારે ઉજવણી કરી રેલી કાઢવામાં આવતા પોલીસે 5 લોકોની ધરપકડ કરી હતી. સુરત જિલ્લામાં પાટીદાર નેતા અલ્પેશ કથારીયાએ પણ બર્થડે પાર્ટી ઉજવણી કરી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જિલ્લા પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. હવે જોવું રહ્યું છે કે, પોલીસ બજરંગ દળના પ્રમુખ દેવીપ્રસાદ પર કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.