સુરત શહેરમાં પાસના કન્વિનર અલ્પેશ કથિરિયા (PAAS Convener Alpesh Kathiriya) અને રિક્ષાચાલક વચ્ચે ઝઘડો થતાં આખો રસ્તો જામ થઈ ગયો હતો. આ બંને વચ્ચે ગાડી અથડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રિક્ષાચાલકે અલ્પેશ કથિરિયા પર દંડા વડે હુમલો કર્યો હતો. તેના કારણે તેમને હોસ્પિટલ (surat private hospital) ખસેડવામાં આવ્યા હતા. તો આ મામલે રિક્ષાચાલક સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં (kapodra police station) ફરિયાદ પણ નોંધાઈ હતી.
વીડિયો આવ્યો સામે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રિક્ષાચાલક ગુસ્સામાં અલ્પેશ કથિરિયાની ( PAAS Convener Alpesh Kathiriya) પાછળ ભાગી રહ્યો છે. તેમ જ તેમની પર હુમલો (Auto Rickshaw Driver attack) કરી રહ્યો છે. તેના કારણે રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોકે, ઈજાગ્રસ્ત અલ્પેથ કથિરિયાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રિક્ષાચાલકે સ્થાનિકોને રોક્યો શહેરમાં પાસના કન્વિનર અલ્પેશ કથિરિયા (PAAS Convener Alpesh Kathiriya) અને રિક્ષાચાલક વચ્ચે ગાડી અથડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રિક્ષાચાલકે અલ્પેશ કથિરિયા ઉપર દંડા વડે હુમલો (Auto Rickshaw Driver attack) કર્યો હતો. જોકે, સ્થાનિકોએ રિક્ષાચાલકને રોક્યો હતો. તેમ છતાં આટલેથી ન રોકાતા રિક્ષાચાલકે દૂધની નાની ટાંકીનું ઢાંકણું પણ કથિરિયાને મારવાનો પ્રયાસ કર્યો હતો.