ETV Bharat / city

Attempted suicide: તાપી નદીમાં આત્મહત્યા કરવા ગયેલી મહિલાનો સ્થાનિકોએ જીવ બચાવ્યો - મક્કાઈ પુલ

સુરતમાં લિંબાયતના અનવરનગરમાં રહેતી એક મહિલાએ તાપી નદીમાં કૂદકો મારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા નદીની જગ્યાએ કીચડમાં ફસાઈ જતા બ્રિજ નીચે રહેતા લોકોએ તેને બચાવી હતી. ત્યારબાદ પોલીસ મહિલાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી અને આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Attempted suicide: તાપી નદીમાં આત્મહત્યા કરવા ગયેલી મહિલાનો સ્થાનિકોએ જીવ બચાવ્યો

author img

By

Published : Jul 20, 2021, 2:24 PM IST

  • સુરતમાં લિંબાયતના અનવર નગરમાં રહેતી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
  • મહિલાએ આત્મહત્યા કરવા તાપી નદીમાં કૂદકો માર્યો પણ કીચડમાં ફસાઈ ગઈ હતી
  • નદીના બ્રિજ નીચે રહેતા સ્થાનિકોએ આત્મહત્યા કરવા ગયેલી મહિલાનો જીવ બચાવ્યો

સુરતઃ લિંબાયતના મક્કાઈ બ્રિજ પરથી એક મહિલાએ નદીમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ (Attempted suicide) કર્યો હતો. જોકે, મહિલા કીચડમાં ફસાઈ ગયી હતી. તો બીજી તરફ બ્રિજ નીચે રહેતા લોકોએ ભારે જહેમત બાદ મહિલાને બચાવી લીધી હતી. ત્યારબાદ પોલીસ મહિલાને પોલીસ મથકે લઈ જઈ આત્મહત્યાનો પ્રયાસ (Attempted suicide) કેમ કર્યો તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો- પેટલાદના યુવકે પત્નીના વિરહમાં ટૂંકાવ્યું જીવન, અંતિમ ચિઠ્ઠીમાં કર્યો ખુલાસો

40 વર્ષીય મહિલાએ મક્કાઈ બ્રિજ પરથી ઝંપલાવ્યું
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના મક્કાઈ બ્રિજ (Makkai Bridge) પરથી એક 40 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરવા નદીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. તે સમયે આત્મહત્યા કરવા ગયેલી મહિલા કાદવમાં કમર સુધી ફસાઈ ગયી હતી. તો સ્થાનિક લોકોએ તાત્કાલિક મહિલાને બચાવી લીધી હતી બાદમાં સ્થાનિકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- કચ્છમાં ટ્રેન નીચે પડતું મૂકીને યુવાનની વિચિત્ર પ્રકારે આત્મહત્યા
પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસ કર્યો

મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ (Attempted suicide) કર્યો હોવાની જાણ થતા પોલીસ અને ફાયરનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યાં સુધીમાં સ્થાનિકોએ મહિલાને બચાવી લીધી હતી. બીજી તરફ પોલીસ મહિલાને પોતાની સાથે પોલીસ મથકે લઈ ગયી હતી. અહીં મહિલાઓ આત્મહત્યા કેમ કરવાનો પ્રયત્ન કર્યો તે અંગે માહિતી મેળવી હતી.

અત્યારે મહિલા સુરક્ષિત છે

આ ઘટના અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ફાયર કન્ટ્રોલ રૂમમાં 6.30 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે, એક મહિલાએ મક્કાઈ બ્રિજ પરથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આથી મુગલીસરા ખાતેથી ફાયરની એક ટીમ ત્યાં પહોચી ગયી હતી. ફાયરની ટીમ ત્યાં પહોચે તે પહેલા જ સ્થાનિકોએ મહિલાને બચાવી લીધી હતી. મહિલા સુરક્ષિત છે. અને આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.