ETV Bharat / city

દિવાળી પહેલાં રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, કેન્દ્રિય રેલવે પ્રધાને આપી માહિતી - Bullet Train Project in Gujarat

કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટથી લઈને વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન (World Class Railway Station) બનાવવા માટે નિરીક્ષણ કર્યું હતું. અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav visits Surat) જણાવ્યું હતું કે, સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે.

દિવાળી પહેલાં રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, કેન્દ્રિય રેલવે પ્રધાને આપી માહિતી

author img

By

Published : Jun 9, 2022, 1:00 PM IST

સુરત : સુરતની મુલાકાતે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની (Ashwini Vaishnav visits Surat) વૈષ્ણવ હતા. અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિરીક્ષણ માટે સુરતના પ્રવાસે હતા. જ્યાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેન લેટેસ્ટ વર્ઝનની બે ટ્રેનો 15 ઓગસ્ટ પહેલા ભારતની જનતાને મળી જશે. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે પીપીપી ધોરણે જે સુરત રેલ્વે સ્ટેશનનો અપગ્રેડેશન (Surat Railway Station) કરવામાં આવનાર હતું. તેને હવે રેલવે મંત્રાલય 980 કરોડ રૂપિયામાં કરશે. જે માટે જુલાઈના પ્રથમ અઠવાડિયે ટેન્ડર બહાર પાડવામાં આવશેને દિવાળી પહેલા રેલવે સ્ટેશનનું કામ શરૂ થઈ જશે.

કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સુરતમાં રેલવે ક્ષેત્રની કામગીરીની નિરક્ષણ કર્યું

આ પણ વાંચો : તંત્રના આંખ આડા કાન : આ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનું તોળાતું જીવનું જોખમ, કોણ સાંભળશે અરજ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માંથી એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિરીક્ષણ માટે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાતે હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેનને લઇ અમદાવાદ થી બીલીમોરા વચ્ચે ટ્રેનના દોડતી થઈ જશે. સાથે તેઓએ જણાવ્યું હતું કે, ભારતમાં ડિઝાઇન બુલેટ ટ્રેન ધરતીકંપની (Bullet Train Project in Gujarat) પરિસ્થિતિમાં પણ અસર નહીં થાય.

આ પણ વાંચો : Surat Railway Station : ટ્રેન ગાર્ડની સાવચેતીના પગલે એક મુસાફર ટ્રેનની નીચે આવતા બચી જવા પામ્યો

વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન - અશ્વિની વૈષ્ણવોએ વધુમાં જણાવ્યું હતું કે, એક મહિનામાં 12 કિલોમીટર સુધી ઝડપથી કામ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કરવામાં આવી રહ્યું છે. એક લાખ લોકોને રોજગારી મળી રહી છે. 30 એવા સ્ટેશન છે કે જેને ડેવલપ કરવામાં આવશે તેના ટેન્ડર નીકળી ગયા છે. એમાંથી સુરતમાં આવનાર ઉધના રેલવે સ્ટેશન પણ શામેલ છે. અગાઉ સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ (Surat World Class Railway Station) બનાવવા માટે અમે પીપીપી ધોરણે કાર્ય કરવાના હતા. પરંતુ, હવે રેલવે મંત્રાલય દ્વારા 980 કરોડના ખર્ચે રેલવે મંત્રાલય દ્વારા આ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. જે જુલાઈમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. તેમજ દિવાળી પહેલા રેલવે સ્ટેશનનું કામ સરળ થઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.