ETV Bharat / city

અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ સુરતમાં, ભવ્ય રોડ શૉનું આયોજન

author img

By

Published : Feb 24, 2021, 12:59 PM IST

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો જીતીને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કર્યો છે. સુરતમાં 27 બેઠકો પર વિજય મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી સત્તાવાર વિરોધ પક્ષ તરીકે ફરજ બજાવશે. ત્યારે ચૂંટણીમાં વિજયી બનાવવા બદલ ગુજરાતીઓનો આભાર માનવા AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીના રોજ સુરત ખાતે આવશે. જ્યાં તેમના માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ સુરતમાં, ભવ્ય રોડ શોનું આયોજન

  • તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમા AAPએ સુરતમાં 27 સીટો મેળવી
  • સુરતમાં 27 સીટો સાથે AAP સત્તાવાર વિરોધ પક્ષ તરીકે ફરજ બજાવશે
  • ગુજરાતીઓનો આભાર માનવા દિલ્હીનાં મુખ્યપ્રધાન સુરત આવશે

સુરત: રવિવારના રોજ જાહેર થયેલા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સત્તાવાર એન્ટ્રી કરી છે. સુરતમાં 27 બેઠકો પર વિજય મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીના રોજ સુરત આવશે. જ્યાં તેઓ વિશાળ રોડ શો યોજવામાં આવશે.

ગુજરાતમાં ભાજપનો ઉદય પણ સુરતથી જ થયો હતો

અરવિંદ કેજરીવાલ દ્વારા પાટીદાર પ્રભુત્વ ધરાવતા તથા આપની પેનલ ધરાવતા વોર્ડ વિસ્તારો આવરી લેવામાં આવે તે રીતે રોડ શો યોજાશે અને પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવશે. સુરતમાં ભારે સફળતાને કારણે આમ આદમી પાર્ટીના શીર્ષક નેતાઓને ગુજરાત રાજકારણમાં ઝંપલાવવા માટેનું એક મોટું પ્લેટફોર્મ મળી ગયું છે. ગુજરાતમાં પણ ભાજપની મજબૂતાઈની શરૂઆત સુરતથી જ થઈ હતી અને ત્યારબાદ સુરત સહિત આખા રાજ્યમાં ભાજપનું એકહથ્થું શાસન રહ્યું છે. માત્ર પાટીદાર મતવિસ્તાર જ નહીં, ભાજપના ગઢ ગણાતા રાંદેર ઝોન વિસ્તાર સમાવિષ્ટ વોર્ડમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સરેરાશ 4 હજારથી વધુ વોટ મેળવવામાં સફળ રહ્યા છે. જે ઘણી સૂચક બાબત છે. પાટીદાર વિસ્તારોના જે વોર્ડોમાં ભાજપની પેનલને વિજયી બની છે તે પૈકી પણ મોટાભાગના વોર્ડમાં ભાજપે આપની ટક્કર નો સામનો કરવો પડ્યો છે અને AAPના ઉમેદવારો મત મેળવવામાં બીજા ક્રમે રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.