ETV Bharat / city

11 વર્ષીય વિદ્યાર્થીની સાથે છેલ્લા દોઢ મહિનાથી શારીરિક અડપલા કરનાર શિક્ષકની ધરપકડ - surat police

કાપોદ્રામાં આવેલી સ્કુલમાં અભ્યાસ કરતી 11 વર્ષીય વિદ્યાર્થીનીની શિક્ષકે છેડતી કરી હતી. આ મામલે દીકરીએ પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શિક્ષકની ધરપકડ
શિક્ષકની ધરપકડ
author img

By

Published : Sep 30, 2021, 3:58 PM IST

  • 11 વર્ષીય પુત્રી જગદગુરૂ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામમાં અભ્યાસ કરતી હતી
  • સ્કુલમાં અભ્યાસ કરતી 11 વર્ષીય વિદ્યાર્થીની શિક્ષકે છેડતી કરી હતી
  • પોલીસે શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

સુરત: શિક્ષક એટલે ભગવાનના સ્થાને આવે છે, પરંતુ સુરતમાં એક એવી ઘટના બની છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પરિવાર રહે છે. તેઓની 11 વર્ષીય પુત્રી કાપોદ્રા એ.કે.રોડ પર આવેલી જગદગુરૂ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામમાં અભ્યાસ કરતી હતી. આ સ્કુલમાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષક નિરવ વૈષ્ણવ તેણીને છેલ્લા દોઢ મહિનાથી શારીરિક અડપલા કરતો હતો.

શિક્ષકની ધરપકડ

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આ ઘટના બનતા વિદ્યાર્થીની શાળાએ જવાની ના કહેતી હતી. પરિવારજનોએ સ્કુલે ન જવા બાબતે વિદ્યાર્થીનીની પૂછપરછ કરતા આ વિદ્યાર્થીનીએ શિક્ષકની હરકતની સમગ્ર હકીકત જણાવી હતી. જેથી પરિવારે આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કાપોદ્રા પોલીસે શિક્ષકની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર લંપટ શિક્ષકની એક મહિના બાદ ધરપકડ કરાઇ

આ પણ વાંચો- વિદ્યાર્થીની સાથેના ફોટા વાયરલ કરનાર શિક્ષકની તેના જ લગ્નમંડપમાંથી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.