ETV Bharat / city

ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત જિલ્લા સહિત 13 મંડળોના ચૂંટણી પ્રભારીઓની નિમણૂક - Surat

સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જિલ્લા સહિત 13 મંડળોમાં ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. તમામ મંડળોમાં બે બે નેતાઓને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારીઓ સાથે જ ચૂંટણીની તૈયારીઓ પણ આરંભી દેવાય છે. જેમાં ઉમેદવારોની પસંદગીથી લઈ ચૂંટણી કઈ રીતે જીતવી તે અંગેના આયોજન માટેની કામગીરી જવાબદાર નેતાઓ દ્વારા કરવામાં આવશે.

Surat
Surat
author img

By

Published : Jan 2, 2021, 7:00 AM IST

જિલ્લામાં સ્થાનિક ઇન્ચાર્જ તરીકે માનસિંહ પટેલ અને અર્જુન ચૌધરીને જવાબદારી સોંપાઈ
પ્રધાન કૌશિક પટેલ અને મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને પ્રદેશ કક્ષાએથી જિલ્લાની જવાબદારી અપાઈ
9 તાલુકા અને 4 શહેરી મંડળો મળી કુલ 13 મંડળોમાં ચૂંટણી ઇન્ચાર્જની નિમણૂક

બારડોલી : સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી તૈયારીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ દ્વારા સુરત જિલ્લા સહિત 13 મંડળોના ચૂંટણી ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રદેશ દ્વારા સુરત જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય પ્રધાન કૌશિક પટેલ તેમજ મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે જિલ્લા સંગઠન દ્વારા સમગ્ર જિલ્લાની જવાબદારી સુમુલડેરીના પ્રમુખ અને માજી સાંસદ માનસિંહ પટેલ તેમજ અર્જુન ચૌધરીને સોંપવામાં આવી છે.

ફેબ્રુઆરીમાં જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી

આગામી ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા નવા સંગઠનની રચના બાદ મંડળોમાં પણ હોદ્દેદારોની નિમણૂક કરી છે.

અલગ અલગ મંડળોમાં બે બે ઇન્ચાર્જની નિમણૂક

બીજી તરફ ચૂંટણી જીતવા માટે જિલ્લા સહિત અલગ અલગ મંડળોમાં બે બે ઇન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં અગાઉ પ્રદેશ દ્વારા જિલ્લાના ઇન્ચાર્જ તરીકે રાજ્યના મંત્રી કૌશિક પટેલ અને મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીની નિમણૂક કરવામાં આવી હતી. બાદમાં જિલ્લા સંગઠન દ્વારા બે સ્થાનિકોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં સમગ્ર જિલ્લાની જવાબદારી માજી સાંસદ અને સુમુલ ડેરીના પ્રમુખ માનસિંહ પટેલ તેમજ અર્જુન ચૌધરીને સોંપવામાં આવી છે.

એક બહારના અને એક સ્થાનિક નેતાની વરણી

બીજી તરફ વિવિધ તાલુકા અને શહેરના મંડળો માટેના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે એક બહારના મંડળના નેતા અને એક સ્થાનિક નેતાની વરણી કરવામાં આવી છે. તાલુકા અને શહેર મળી કુલ 13 મંડળોમાં આ નિયુક્તિ કરી છે. જેઓ ચૂંટણી અંગેના આયોજનો ઉપરાંત ઉમેદવારોની પસંદગી અંગેની કાર્યવાહી કરશે.

તાલુકા મંડળોના ઇન્ચાર્જ

તાલુકો બાહ્ય મંડળના ઇન્ચાર્જ સ્થાનિક મંડળના ઇન્ચાર્જ
ચોર્યાસી ભરતસિંહ સોલંકી છોટુ પટેલ
ઓલપાડબચુ રાઠોડ કિરીટ પટેલ
પલસાણાપ્રવીણ રાઠોડ કેતન પટેલ
બારડોલી અશ્વિન પટેલ બાલુ પ્રજાપતિ
કામરેજ જયેશ પટેલ જગુ પટેલ
મહુવામહેશ વસાવા હેમાંશુ પટેલ
માંગરોળપ્રવીણ પટેલઅનિલ શાહ
ઉમરપાડાહર્ષદ ચૌધરીસામસિંગ વસાવા
માંડવીકાંતિ પટેલ રાજેન્દ્ર સોલંકી

શહેરી મંડળના ઇન્ચાર્જ

શહેર બાહ્ય મંડળ ઇન્ચાર્જ સ્થાનિક મંડળ ઇન્ચાર્જ
બારડોલી તુષાર જે. પટેલ હીરાચંદ શાહ
કડોદરા જગદીશ પારેખહિતેશ દેસાઇ
તરસાડી દિલીપસિંહ રાઠોડ કાળુ ચોટલીયા
માંડવી દિનેશ દેસાઇ નલિન શાહ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.