- દિવાલો પર RSS વિરુદ્ધ લખાણ લખવામાં આવ્યું
- અઠવા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો
- વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી
સુરત : શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલની દીવાલો પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા RSSને આતંકવાદી સંગઠન દર્શાવતું લખાણ લખવામાં આવતા, આ ઉપરાંત 15 ઓગસ્ટને બ્લેક ડે અને RSSને બેન કરવા અંગેના લખાણ બહાર આવતા, શહેરના વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. આ સાથે જ અઠવા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદની માંગણી હતી કે, લખાણ લખનારને શોધીને દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે. અઠવા પોલીસ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોને આશ્વાસન આપ્યું હતું કે, અમે આ મામલે તપાસ કરીશું.
આ પણ વાંચો: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સુરતના એરથાણ ખાતે પીડિત હળપતિ સમાજનાં લોકોની લીધી મુલાકાત
દિવાલ પર લખ્યું - 'RSS આતંકવાદી સંગઠન છે'
શહેરના ચોક વિસ્તારમાં આવેલા ગાંધી બાગની સામે જૂની સિવિલ હોસ્પિટલની બહારની દીવાલો ઉપર 15 ઓગસ્ટે બ્લેક ડે લખ્યું છે.અને RSSને એક ટેરેરીસ્ટ ઓર્ગેનાઇજેશન તરીકે બતાવામાં આવ્યું હતું. આ દરમિયાન કોર્પોરેટરે જણાવ્યું હતું કે, RSS એ સારી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ કરતું હોવાનું કહી કમિશ્નર પાસે માંગ કરવામાં આવી હતી કે આ આરોપીઓને યોગ્ય સજા મળે. આ મામલે કમિશ્નરએ નિવેદન આપ્યું હતું કે, આવા અસામાજીક તત્વોને શોધીને જેલમાં નાખવામાં આવશે.
આ પણ વાંચો: એરથાણ ખાતે 2 સરકારી આવાસ થયા ધરાશાયી, ધારાસભ્ય દ્વારા કરવામાં આવી સહાય