ETV Bharat / city

Exclusive : જો ગુજરાતમાં AAP આવશે તો મુખ્યપ્રધાન પ્રજાને જ નક્કી કરવા દેવામાં આવશે - મહેશ સવાણી - Deputy CM Manish Sisodiya

સુરતના ખ્યાતનામ બિલ્ડર અને ઉદ્યોગપતિ મહેશ સવાણી (Mahesh Savani) આજે રવિવારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Deputy CM Manish Sisodiya) ની હાજરીમાં આમ આદમી પાર્ટી(AAP) માં જોડાયા છે. 4000થી વધુ અનાથ દીકરીઓનાં લગ્ન કરાવીને પપ્પા તરીકેની નામના મેળવનારા મહેશ સવાણી સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.

exclusive interview with mahesh savani
ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાયા
author img

By

Published : Jun 27, 2021, 9:02 PM IST

  • સુરતના ખ્યાતનામ બિલ્ડર અને ઉદ્યોગપતિ છે મહેશ સવાણી
  • અગાઉ ભાજપ સાથે ઘરોબો ધરાવતા હતા મહેશ સવાણી
  • રવિવારે મનીષ સિસોદિયાની હાજરીમાં AAPમાં જોડાયા

સુરત : આજે રવિવારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Deputy CM Manish Sisodiya) ની હાજરીમાં શહેરના ખ્યાતનામ બિલ્ડર અને ઉદ્યોગપતિ મહેશ સવાણી (Mahesh Savani) એ આમ આદમી પાર્ટી (Aam Admi Party) નો ખેસ ધારણ કર્યો છે. અગાઉ ભાજપ સાથે ઘરોબો ધરાવતા ઉદ્યોગપતિએ AAP સાથે છેડો જોડતા અનેક તર્ક વિતર્કો પણ સર્જાયા છે. આ વચ્ચે ETV Bharat દ્વારા તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાયા

પ્રશ્ન - AAP માં જોડાવા પાછળનું કારણ શું ?

જવાબ - બધાના અલગ અલગ મંતવ્યો અને વિચાર હોય છે. અત્યાર સુધી અમે સેવાના કાર્યો કરતા હતા. એમાં માત્ર ભાજપના જ નહીં, પરંતુ કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ જોડાતા હતા. ગોપાલભાઈ જ્યારે AAP માં નહોતા. ત્યારથી મારા મિત્ર છે. મારી પાસે 3 ઓપ્શન હતા. એક 80 વર્ષ જૂનું મકાન (કોંગ્રેસ) હતું. એક 23 વર્ષ જૂનું મકાન (ભાજપ) હતું. જેનું એલિવેશન તો ઠીક હતું, પરંતુ અંદરથી કંઈ મજા ન હતી. જ્યારે ત્રીજો ઓપ્શન એક ઓપન પ્લોટ (AAP) હતો. જેથી મેં ઓપન પ્લોટમાં કન્સ્ટ્રક્શન કરીને લોકોની સેવા કરવાનો નિર્ણય લીધો અને આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.

પ્રશ્ન - લોકોએ તમને AAP માં જોડાવા માટે એલર્ટ પણ કર્યા હશે ?

જવાબ - મેં મારા ઘણા મિત્રો સાથે આ અંગે વાત કરી હતી. જેમાંથી 80 ટકા લોકોને એક જ વાતનો ડર હતો કે, એ લોકો(ભાજપ) બહુ હેરાન કરે છે. એટલે મેં કહ્યું કે અત્યાર સુધી તો મને નથી હેરાન કરાયો, આગળ કરશે તો કહીશ.

પ્રશ્ન - ગુજરાત એ ભાજપનો ગઢ છે, અન્ય પાર્ટીનો સીધો મુકાબલો ભાજપના મુખ્ય ચહેરા વડાપ્રધાન મોદી સાથે હોય છે, તો ક્યા પ્રકારની લડત રહેશે ?

જવાબ - મને એમ લાગે છે કે, વિરોધ પક્ષ લડત આપવામાં નિષ્ફળ ગયો છે. આપણે માત્ર એલિવેશન જ જોઈએ છીએ. મને કોઈ કહેતું હોય કે તમે માત્ર સ્કૂલો જ ચલાવો છો, પણ હું સ્કૂલ કઈ રીતે ચલાવું છું તે વધારે મહત્વનું છે.

પ્રશ્ન - શું અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો ચહેરો ચેલેન્જ બનીને રહેશે ?

જવાબ - મને ખબર નથી. અમે સેવાના કાર્યોને લઈને આગળ વધીશું. મારે કોઈની સાથે વિરોધ નથી. અમને કોઈ નડશે કે રસ્તો રોકશે, તો અમે અમારૂ પાણી મોટું કરીશું. અમે માત્ર સેવાના કાર્યો અને લોકોના પ્રશ્નોને લઈને ચાલીશું.

પ્રશ્ન - 'નડશે' શબ્દ ! અત્યારે ક્યાં નડ્યા તો તમે રાજકારણમાં આવી ગયા ?

જવાબ - હું કે મારી એકલાની સંસ્થા સેવાકાર્યો નથી કરતી. દરેક વેપારીઓને આ પ્રકારના પ્રોબલેમ છે. તમે આની સાથે કેમ બેઠા? એવા પ્રશ્નો પણ કરવામાં આવે છે. તાજેતરમાં જ એક વેપારીનો ગોપાલભાઈ સાથેનો ફોટો વાઇરલ થયો હતો. જેના અડધો કલાકમાં જ ફોટો ડિલીટ કરાવવામાં આવ્યો હતો. એટલે તમે સમજી શકો છો કે આને શું કહી શકાય ? મને લાગે છે કે આ પ્રકારની દરમિયાનગિરીના કારણે વેપારીઓમાં ડરનો માહોલ છે.

પ્રશ્ન - આગામી વિધાનસભાની ચૂંટણી કોણ જીતશે ?

જવાબ - અમે અમારા સેવાના કાર્યો અને સામાન્ય નાગરિકોને સ્પર્શતા મુદ્દાઓના આધારે ચૂંટણી લડવાના છીએ. અમે લોકોને વાસ્તવિક્તા બતાવીશું અને જો અમે સાચા હોઈશું તો પ્રજા અમને ચૂંટશે. માત્ર વાસ્તવિક્તા બતાવવાની જ નહીં, પરંતુ જો અમે ચૂંટાઈને આવીશું તો 5 વર્ષમાં તેમાં સુધારો પણ કરીને બતાવીશું.

ગુજરાતની પ્રજા જ નક્કી કરશે કે મુખ્યપ્રધાન કોણ બનશે

મહેશ સવાણીને જ્યારે તેમને AAP તરફથી મુખ્યપ્રધાન બનાવવાની જાહેરાત કરવામાં આવશે કે કેમ? તેવો પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, અમે માત્ર સેવાના કાર્યો અને પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને જ ચૂંટણી લડવાના છીએ. જો અમે ચૂંટાઈને પણ આવીશું તો પ્રજાને જ નક્કી કરવા દઈશું કે મુખ્યપ્રધાન કોણ બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.