- મોહન ભાગવતની ઉપસ્થિતિમાં સુરતમાં હિન્દુત્વ મુદ્દે પ્રબુદ્ધ ગોષ્ઠિ યોજાઈ
- "સૌને સાથે લઇને ચાલનાર એટલે જ હિન્દુત્વ" : મોહન ભાગવત
- "હિન્દુત્વના ત્રણ અર્થ - દાર્શનિક, લૌકિક અને રાષ્ટ્રીયતા": મોહન ભાગવત
સુરત : RSS વડા મોહન ભાગવત ( Mohan Bhagwat ) ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સુરત ખાતે આજે મંગળવારે તેની ઉપસ્થિતિમાં હિન્દુત્વ મુદ્દે પ્રબુદ્ધ ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ( Rashtriya Swayamsevak Sangh) દ્વારા આયોજીત પ્રબુદ્ધ ગોષ્ઠિ ( Seminar On Hindutva)માં સુરત મહાનગરના અગ્રણીઓ, ડોક્ટર્સ, એજીનીયર્સ, CA, વકીલ, પ્રાધ્યાપકો, શિક્ષણવિદો તેમજ બુદ્ધિજીવીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. પ્રબુદ્ધ લોકોને સંબોધતા મોહન ભાગવતે હિન્દુત્વ અને રાષ્ટ્રની વ્યાખ્યા અંગે સ્પષ્ટતા કરી શાશ્વત ધર્મની વાત કરી હતી.
RSS દ્વારા પ્રબુદ્ધ ગોષ્ટિનું આયોજન
સુરતના સાયન્સ સેન્ટર ખાતે 'હિન્દુત્વ' વિષય પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રબુદ્ધ ગોષ્ટિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના RSS ના વડા મોહન ભાગવત ઉપસ્થિત રહ્યાં હતાં. સુરતના 2 દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે સુરત ખાતે યોજાયેલી આ ગોષ્ઠિમાં ભાગવતે દિપ પ્રાગટ્ય કરીને હિન્દુત્વ પર ઉપસ્થિત લોકોને સંબોધન કર્યા હતા.
હિન્દુત્વના દાર્શનિક અર્થમાંથી જ રાષ્ટ્રીય અર્થ નીકળે છે
લોકોને સંબોધતા ભાગવતે કહ્યું કે, “હિન્દુત્વના ત્રણ અર્થ છે. દાર્શનિક, લૌકિક અને રાષ્ટ્રીયતા, સિંધુ નદીથી દક્ષિણમાં સમુદ્ર સુધીના વિસ્તારમાં રહેનારા લોકો એટલે હિન્દુ, રાષ્ટ્રની વ્યાખ્યા અંગે પણ સ્પષ્ટતા કરીતા કહ્યું કે, રાષ્ટ્ર એટલે સમાન સંસ્કૃતિ અને ઉદ્દેશ સાથે જોડાયેલા વ્યક્તિઓનો સમાજ, હિન્દુત્વના દાર્શનિક અર્થમાંથી જ રાષ્ટ્રીય અર્થ નીકળે છે તેવી પણ તેમને વાત કરી હતી. આ ઉપરાંત, દરેકને આહવાન કર્યું કે સમગ્ર સમાજે એક સાથે ઉભા રહેવાની જરૂર છે. સૌને સાથે લઇને ચાલનાર એટલે જ હિન્દુત્વ." આ કાર્યકમમાં 150થી વધુ અગ્રણીઓ, ડોક્ટર્સ, એજીનીયર્સ, CA, વકીલ, પ્રાધ્યાપક, શિક્ષણવિદ્દો તેમજ બુદ્ઘિજીવીઓ ઉપસ્થિત રહ્યાં.